મુંબઈ : દેશભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે જાણીતા ડાયરેક્ટર રામગોપાલ વર્મા એક નવી ફિલ્મ ‘કોરોના વાયરસ’ લાવ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર રામગોપાલે તેમના ટિ્વટર એકાઉન્ટ પર શેર કર્યું છે. રામગોપાલે આ ફિલ્મમાં કોરોના વાયરસની દહેશતને વાસ્તવિક જીવનમાં કેવી હોય તે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. ટ્રેલરના આગમનથી જ તે સોશિયલ મીડિયામાં છવાઇ ગયું છે. ફિલ્મના ટ્રેલરમાં તો આ એક પરિવારની વાત હોય તેમ લાગે છે.
ટ્રેલર મુજબ કોરોનાની આ મહામારી વચ્ચે એક પરિવાર અગાઉ ખૂબ ખુશ હતો પણ પરિવારના એક સભ્યને કોરોના થઇ જાય છે. ત્યાર બાદ ઘરનું વાતાવરણ સાવ બદલાઇ જાય છે. દરેક સદસ્ય ગભરાયેલો દેખાય છે. ઘરની કોઇ વ્યક્તિને કોરોના થઇ જાય તો ઘરની સ્થિતિ કેવી થઇ જાય છે તે રામગોપાલ વર્માએ પોતાની ફિલ્મમાં દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.