બોલિવુડ એક્ટર ટાઈગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતારિયા સ્ટારર ફિલ્મ સ્ટુટેન્ટ ઓફ ધ યેર ઓનલાઈન લીક થઈ ચૂકી છે. પુનીત મલ્હોત્રાના નિર્દશનમાં બનેલી આ ફિલ્મને પાયરસી માટે ખ્યાતનામ એવી વેબસાઈટ તમિલ રોકર્સે લીક કરી દીધી છે. જા કે આ વેબસાઈટ આ પહેલા પણ મોટાભાગની ફિલ્મોને લીક કરી ચૂકી છે. હાલ તો આ ફિલ્મને લોકો તમિલ રોકર્સ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી રહ્યા છે.
ફિલ્મ ૧૦મેના રોજ રિલીઝ થઈ હતી. રિલીઝના થોડા કલાકો બાદ જ તમિલ રોકર્સની વેબસાઈટ પર કરણ જાહરની ધર્મા પ્રોડક્શનની ફિલ્મ લીક થઈ ગઈ. અત્યારે પૂરી ફિલ્મ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. ફિલ્મને ત્રણ દિવસનો પણ સમય નથી મળ્યો ત્યાં લીક થઈ જતા કમાણી પર પણ અસર પડવાની પૂરી સંભાવના છે.
સોશિયલ મીડિયા પર પણ આ ફિલ્મ ઘણી ચર્ચામાં રહી. સ્ટાર્સે પ્રમોશન પણ ખૂબ કર્યું. કરણ જાહરે પૂરા સાત વર્ષ બાદ આ ફિલ્મનો બીજા પાર્ટ બનાવ્યો છે. ફિલ્મ હેડલાઈન બનાવતી રહી કારણ કે ફિલ્મમાં તારા સુતરિયા અને અનન્યા પાંડે જેવી બે એક્ટ્રેસ ડેબ્યુ કર્યું છે.