જીયો ભારતમાં જે મોટું પરિવર્તન લાવ્યું છે, તેનાથી અમે પણ ઉત્સાહિત થયા છીએઃ ફેસબુક
સાઉદી આર્મકો બાદ હવે અમેરિકી ફેસબુક પણ રીલાયન્સની પાર્ટનર: જીયોમાં 9.99% હિસ્સો ખરીદશે સોશ્યલ મિડિયા અમેરીકી જાયન્ટ : દેશમાં ડીજીટલ ક્રાંતિ ભણી મુકેશ અંબાણીનું મોટુ પગલુ…
મુંબઈ : વિશ્વની બે જાયન્ટ કંપની ભારતની રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી.અને અમેરીકાની ફેસબુકએ હાથ મીલાવી અને ફેસબુક દ્વારા રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં મોબાઈલ-ડીજીટલ-પ્લેટફોર્મ રીલાયન્સ જીયોમાં 9.99 ટકાની શેરમૂડી ખરીદી રૂા.43574 કરોડનું રોકાણ કરવા જાહેરાત કરી છે. આ સાથે ફેસબુક એ રીલાયન્સ જીયોમાં માઈનોરીટી શેર હોલ્ડર બની જશે, દેશનાં ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રીલાયન્સ જીઓ ભારતની સૌથી મોટી મોબાઈલ સેવા પ્રોવાઈડર કંપની બનવા જઈ રહી છે અને તેણે ડીજીટલ પ્લેટફોર્મમાં પણ જાયન્ટ બનવા તૈયારી કરી છે.
રીલાયન્સ જીયો એ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પૂર્ણ માલીકીની કંપની છે અને તે આગામી સમયમાં ડીજીટલ ઈન્ડીયા મારફત દેશમાં બ્રોડબેન્ડ કનેકટીવીટી સ્માર્ટ ડીવાઈઝ કલાઉડ એજ કમ્પ્યુટીવ ડેટા એનાલીસ્ટ, આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ, ઈન્ટરનેટ ઓફ થીંગ્સ, બ્લોક ચેઈન ટેકનોલોજી સાથેનું ડીજીટલ પ્લેટફોર્મ ઉભૂ કરવા જઈ રહી છે.
તો બીજી તરફ વિશ્વમાં ફેસબુક એ સોશ્યલ મિડિયા જાયન્ટ છે જેનું ડીજીટલ પ્લેટફોર્મ વોટસએપ અને ઈન્સ્ટ્રાગ્રામ વિશ્ર્વમાં સૌથી વધુ ડેટાબેઝ ધરાવે છે અને બન્ને કંપનીઓ હવે સાથે આવતા ભારતમાં ડીજીટલ ક્રાંતિમાં જબરી સહાયતા મળશે.
બીજી તરફ, ભારત પણ ફેસબુક અને તેના મેસેજિંગ પ્લેટફોર્મ માટે એક મોટું માર્કેટ છે. ભારતમાં ફેસબુકના ૪૦૦ મિલિયન યૂઝર્સ છે. કન્સ્લટન્સી પીડબલ્યૂસી મુજબ, ભારતમાં વર્ષ ૨૦૨૨માં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા વધીને ૮૫૦ મિલિયન થવાની આશા છે.