Charotar Sandesh
ઈન્ડિયા બિઝનેસ

ફેસબુક-જીયો ડીલ બાદ મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ બન્યા…

અંબાણીની સંપત્તિ ૪ અબજ ડોલર વધી ૪૯ અબજ ડોલર થઇ…

મુંબઇ : મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીયો અને માર્ક ઝુકરબર્ગની કંપની ફેસબુક વચ્ચે પાર્ટનરશીપ થયા પછી અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. તેમણે અલીબાબાના સ્થાપક જેક માને પાછળ છોડી દીધા છે. ફેસબુક સાથેના સોદા બાદ અંબાણીની સંપત્તિ ૪ અબજ ડોલર વધી ૪૯ અબજ ડોલર થઈ છે. ફેસબુક મુકેશ અંબાણીની જીયોમાં રૂ. ૪૩,૫૭૪ કરોડનું રોકાણ કરશે. આ રોકાણ બાદ, જીયોમાં ફેસબુકનો હિસ્સો વધીને ૯.૯૯% થશે.મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ જેક માને પાછળ છોડી ગયા છે. અંબાણીની સંપત્તિમાં જેક માની સરખામણીમાં ૩ અબજ ડોલરનો વધારો થયો છે.

બ્લૂમબર્ગના ડેટા અનુસાર, ૨૧ એપ્રિલ સુધીમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં ૧૪ અબજ ડોલરનો ઘટાડો થયો હતો જયારે જેક માની સંપત્તિમાં ૧ અબજ ડોલરનો ઘટાડો થયો હતો.
ફેસબુક સાથેના સોદાના સમાચાર પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં બુધવારે મોટો ઉછાળો આવ્યો હતો. એક સમયે તે ૧૧% ના વધારા સાથે રૂ. ૧૩૭૫ પર કારોબાર કરી રહ્યો હતો. કારોબારના અંતે આરઆઇએલના શેર ૯.૮૩%ના વધારા સાથે રૂ. ૧૩૫૯ પર બંધ થયો હતો. બુધવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. ૯૦,૦૦૦ કરોડ વધ્યું હતું.
કોઈપણ ભારતીય કંપનીમાં લઘુમતી હિસ્સા માટે આ અત્યાર સુધીની સૌથી મોટી એફડીઆઇ છે. જિયો પ્લેટફોર્મની પ્રી મની એન્ટરપ્રાઇઝ વેલ્યુ લગભગ ૬૬ અબજ ડોલર હશે. રોકાણ બાદ જિઓ પ્લેટફોર્મની કિંમત ૪.૬૨ લાખ કરોડ થશે. આ ભાગીદારીથી લોકો અને વ્યવસાય માટે વિશાળ તકો ઉભી થશે.

Related posts

દુનિયાના સૌથી વધારે ટ્રાફિક વાળા ૪૦૩ શહેરોમાં મુંબઈ નંબર-૧…

Charotar Sandesh

સુપ્રીમનો કેન્દ્રને આદેશ : ૨ દિવસની અંદર દિલ્હીની ઓક્સિજનની તંગી દૂર કરો…

Charotar Sandesh

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડના ભાવ વધવાથી પેટ્રોલ-ડિઝલની કિંમતો વધી રહી છે : ધર્મેન્દ્ર પ્રધાન

Charotar Sandesh