Charotar Sandesh
બોલિવૂડ

ફોર્ચ્યૂન ઇન્ડિયાની ટૉપ-૫૦ સૌથી શક્તિશાળી મહિલાઓમાં અનુષ્કા શર્માને સ્થાન…

ફોર્ચ્યૂન ઇન્ડિયાની ૨૦૧૯ની ટોપ-૫૦ સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં બૉલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માને સ્થાન મળ્યું છે. અનુષ્કા શર્મા આ યાદીમાં ૩૯માં નંબરે છે અને આ લિસ્ટમાં સામેલ થનારી મહિલાઓમાં તે સૌથી ઓછીં ઉંમરની છે.
ફૉર્ચ્યૂનની ભારતની સૌથી શક્તિશાળી મહિલાઓની વાર્ષિક રેન્કિંગ તેના બિઝનેસ કુશળતા અને સામાજિક તથા સાંસ્કૃતિ પ્રભાવ આધારે થાય છે.
ફૉર્ચ્યૂન ઈન્ડિયાએ અભિનેત્રી વિશે લખ્યું કે, શર્માએ માત્ર પોતોની ક્લોદિંગ લાઈન નુશ સહિત અનેક બ્રાન્ડ્‌સ જેવા નીવિયા, એલે૧૮, મિન્ત્રા અને લાવીનો એક ચહેરો છે પરંતુ તે એક પ્રોડ્યૂસર પણ છે. ક્લીન સ્લેટ ફિલ્મ્સ જેને શર્માએ ત્યારે સ્થાપિત કરી હતી જ્યારે તે ૨૫ વર્ષની હતી. તેણે એનએચ૧૦, ફિલ્લોરી અને પરી જેવી ત્રણ ઓછા બજેટવાળી હિંદી ફિલ્મો બનાવી છે. આ તમામ ફિલ્મોએ ૪૦-૪૦ કરોડથી વધુની કમાણી કરી હતી.
બૉલિવૂડથી આગળ વધીને ક્લીન સ્લેટ ફિલ્મ્સને એક ફીચર ફિલ્મ ‘બુલબુલ’ અને એક વેબ સીરિઝ ‘માઈ’ ને બનાવવા માટે નેટફ્લિક્સ સાથે પણ કરાર કર્યા છે. તે એમેઝોન પ્રાઈમ વીડિયો માટે પણ એક વેબ સીરીઝ તૈયાર કરવા પર કામ કરી રહી છે.

Related posts

અક્ષયકુમાર અને ડિમ્પલ કાપડિયા સ્ક્રીન પર રોમાન્સ કરતા કરતા રહી ગયા…

Charotar Sandesh

સોનાક્ષી સિન્હાની ‘ખાનદાની શફાખાના’ ૨ ઓગસ્ટે રિલીઝ થશે

Charotar Sandesh

અમિતાભ-અભિષેક બાદ હવે ઐશ્વર્યા-આરાધ્યા પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ, સામાન્ય તાવની ફરિયાદ…

Charotar Sandesh