Charotar Sandesh
બોલિવૂડ

બચ્ચન પરિવાર કોરોનાના ભરડામાં, પિતા-પુત્ર બાદ ઐશ્વર્યા બચ્ચન અને આરાધ્યાનો રિપોર્ટ પોઝિટિવ

બીએમસીએ પરિવારના બંગ્લોઝ સેનિટાઈઝ કર્યા…

મુંબઈ : મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચનનો ગઈકાલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચ્ચન પરિવારના એક પછી એક સભ્યો કોરોનાના ભરડામાં આવી ગયા છે. પિતા-પુત્ર બાદ ઐશ્વર્ચા રાય બચ્ચન તેમજ આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આમ બચ્ચન પરિવારના કુલ ચાર સભ્યો કોરોનાગ્રસ્ત થયા છે. ઐશ્વર્ચા અને આરાધ્યા બચ્ચનનો બીજો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પિતા-પુત્રની તબિયત સારી હોવાનું નાણાવટી હોસ્પિટલના ક્રિટિકલ કેર સર્વિસના ડાયરેક્ટર ડો. અબ્દુલ સામદ અંસારીએ જણાવ્યું હતું. અમિતાભ બચ્ચન તેમજ અભિષેક બચ્ચનનો કોરોનાનો બીજો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાનું જણાયું છે પરંતુ તેમની તબિયત સ્થિર હોવાથી ચિંતા નહીં હોવાનું તબીબોએ જણાવ્યું હતું. બન્નેને લક્ષણો વગરનો કોરોના હોવાનું જણાયું છે.

બિગ બી અને તેમના પુત્ર અભિષેક બચ્ચનને શનિવારે રાત્રે ટ્વીટ કરીન માહિતી આપી હતી કે તેમને કોરોના સંક્રમણ થયું છે અને તેઓએ આ અંગે સત્તાવાળાઓને જાણ કરી છે તેમજ પરિવાર અને સ્ટાફના સભ્યોનો ટેસ્ટ પણ કરાયો છે. નોંધનીય છે કે અમિતાભની પત્ની જયા બચ્ચનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

Related posts

ઈન્ડસ્ટ્રીમાં ૨૦ વર્ષ પૂરા થવા પર ઉજવણી કરશે પ્રિયંકા ચોપડા

Charotar Sandesh

અયોધ્યામાં અક્ષયકુમારે ફિલ્મ ‘રામસેતુ’નું શૂટિંગ શરૂ કર્યું, શેર કર્યો ફર્સ્ટ લુક…

Charotar Sandesh

‘તાનાજી’ ફિલ્મનું પ્રથમ ગીત ‘શંકરા રે શંકરા’ રિલીઝ…

Charotar Sandesh