Charotar Sandesh
ગુજરાત ચરોતર

બપોરે ગરમી સાથે બફારાથી જનતા અકળાઈ : ડબલ ઋતુમાં રોગચાળાએ માથુ ઉંચકયુ…

વહેલી સવારે ઝાંકળ વર્ષા સાથે ઠંડક: બપોરે ગરમી સાથે બફારાથી જનતા પરસેવે રેબઝેબ: ઉનાળા આક્રમક રહેવાના સંકેત…

હજુ શિયાળાની વિધિવત વિદાય બાકી છે તે પહેલા જ ઉનાળુ ઋતુનુ આગમન થવા જેવો વાતાવરણે અનુભવ કરાવ્યો છે ન્યુનતમ તાપમાન 20 ડીગ્રી અને લઘુતમ તાપમાન 36 ડીગ્રીને પાર જતા બપોરે ગરમી અને બફારાથી જનતા અકળાઈ ઉઠી હતી.

ચાલુ વર્ષે શિયાળાની ઋતુમાં એક આંકડા સુધી પારો નીચે ઉતરતા શિયાળાના આકરા મીજાજથી ગાત્રો થીંજાવી દેતી ઠંડી પડયા બાદ ફેબ્રુઆરી માસમાં ડબલ ઋતુમાં ઠંડી ગાયબ થઈ છે. છેલ્લા ત્રણ દિવસથી બપોરે ગરમીનુ પ્રમાણ વધતા ગરમીથી બચવા પંખા, કુલર, એ.સી. ઓન થયા છે સાથે ઠંડા પીણા, સરબત, આઈસ્ક્રીમનું પણ વેચાણ વધી રહ્યું છે.

છેલ્લા ચાર દિવસથી અવિરત પણે ઉચકાતા લઘુતમ તાપમાન વચ્ચે મિશ્ર ઋતુના ચાલતા માહોલમાં બે દિવસથી તો શિયાળાની ઋતુએ વિધિવત રીતે વિદાય લઈ લીધી હોય તેવું લાગે છે આજે રાજકોટ મહાનગરમાં વહેલી સવારે ન્યુનતમ તાપમાન 20.6 ડીગ્રી સાથે હવામાં ભેજનુ પ્રમાણ 33 ટકા અને પવનની ગતિ સરેરાશ 10 કીમી નોંધાઈ હતી. બપોરે મહતમ તાપમાન 36.0 ડીગ્રી સાથે હવામાં ભેજનું પ્રમાણ 20 ટકા અને પવનની ગતિ સરેરાશ 12 કીમી નોંધાઈ હતી.

શિયાળાની ઋતુમાં ઠંડીના બદલે ગરમી વધતા ગરમ વસ્ત્રો ફરી પાછા કબાટમાં ગોઠવી દીધા છે. સવાર-સાંજ રાત્રીના સામાન્ય ઠંડક અને બપોરે કાળઝાળ ગરમી વધતા ડબલ ઋતુમાં રોગચાળાએ માથુ ઉંચકયુ છે.

સુકા પવનથી હવામાં ભેજ ઘટતા સવારથી જ ગરમીનો અનુભવ થતા બપોર આકરી બની છે ઉનાળાના આરંભે જ આક્રમક ગરમી રહે તેવા સંકેત છે.

Related posts

સોજીત્રામાં જિલ્લા કક્ષાના ૭૩મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી…

Charotar Sandesh

સફાઇકર્મીના મોત મામલે પરિવારજનોનો હોબાળો, તપાસની ખાતરી મળતા મૃતદેહનો સ્વીકાર

Charotar Sandesh

ગુજરાતમાં પાંચ વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકાર ઓગસ્ટ માસમાં નવ દિવસ ઊજવણી કરશે

Charotar Sandesh