Charotar Sandesh
બોલિવૂડ

બિકિની પોસ્ટને લઈને ટ્રોલ કરનારાઓને કંગનાએ આપ્યો જડબાતોડ જવાબ…

મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પોતાના બેબાક નિવેદન અને વિવાદિત પોસ્ટને લઈને અવાર નવાર ચર્ચામાં રહે છે. ત્યારે ગઈકાલે અભિનેત્રીએ બિકિની ફોટો પોસ્ટ કરતા કેટલાક લોકો દ્વારા તેને ટ્રોલ કરવામાં આવી હતી. ત્યારે આજે અભિનેત્રીએ ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે બિકિનીમાં તેની એક તસવીર શેર કરી છે. જે માટે તેને ખુબજ ટ્રોલ રવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર તેની ક્લાસ લગાવતા યૂઝર્સે તેને પુછ્યું કે, બીજાને ભારતીય સંસ્કૃતિની શીખ આપનાર કંગના સાડીથી સીધી બિકિનીમાં કેવી રીતે આવી ગઇ, કંગના રનૌતે તેણે ટિ્‌વટ કરતાં જવાબ આપ્યો છે.
અભિનેત્રીએ ટિ્‌વટમાં લખ્યું છે કે, કેટલાંક લોકો મારી બિકિની તસવીર જોઇ મને ધર્મ અને સનાતન અંગે લેક્ચર આપી રહ્યાં છે. જો ક્યારેય મા ભૈરવી વાળ ખોલી, વસ્ત્રહીન, લોહી પીનારી છબિ સામે આવશે તો તમારું શું થશે? તમારી તો ડરીને ફાટી જશે. પોતાને ભક્ત કહો છો ધર્મ પર ચાલો.. તેના ઠેકેદાર ન બનો.. જય શ્રી રામ’ કંગનાના આ ટિ્‌વટની સાથે તેણે તેની એક ક્લોઝઅપ તસવીર શેર કરી છે.
જેમાં તે ગ્રે કલરનો સુંદર સ્કાર્ફ પહેરેલી નજર આવે છે. આપને જણાવી દઇએ કે, કંગનાએ જે બિકિની ફોટો ટિ્‌વટર પર શેર કર્યો હતો તેમાં તે દરીયા કિનારે તડકે બેઠેલી નજર આવે છે. તસવીર શેર કરતાં કંગનાએ લખ્યું કે, ‘મેક્સિકો મારા માટે ઘણી જ એક્સાઇટિંગ જગ્યા રહી છે. જગ્યા સુંદર છે પણ બિલ્કુલ અનપ્રિડિક્ટેબલ. આ ફોટો મેક્સિકોનાં ્‌ેઙ્મેદ્બ ની છે. આપને જણાવી દઇએ કે, કંગના રનૌત સોશિયલ મીડિયા પર તેનાં નિવેદનને કારણે ઘણી વખત ચર્ચામાં રહે છે.

Related posts

સલમાનની બહેન અર્પિતાનાં ઘરે ફરીવાર પારણું બંધાશે…

Charotar Sandesh

મલાઈકા ફરી ટ્રોલર્સના નિશાના પર, તેના જીમ લુકને લઈ અજીબ સવાલ પૂછી રહ્યા છે લોકો

Charotar Sandesh

આઇસોલેશન વોર્ડમાંથી અમિતાભનો બ્લોગ, કહ્યું- જીવનની ભાગદોડમાં હવે સમય મળ્યો…

Charotar Sandesh