Charotar Sandesh
બોલિવૂડ

બિગબોસ ૧૪નો પહેલો પ્રોમો આવ્યો સામે, શો સલમાન ખાન હોસ્ટ કરશે…

મુંબઈ : આ વખતે બિગ બોસની થીમ પણ લોકડાઉનની સાથે લિંક રાખી છે બિગબોસ ૧૪નો પહેલો પ્રોમો સામે આવ્યો છે. જેના પરથી સ્પષ્ટ થાય છેકે,આ વખતે શો પણ સલમાન ખાન જ હોસ્ટ કરશે. બિગ બોસ ૧૪નાં પહેલાં પ્રોમોમાં સલમાન ખાન ખેતરમાં પાકનું વાવેતર કરવાની સાથે ટ્રેક્ટર ચલાવતો દેખાઈ રહ્યો છે. તો આ પ્રોમોના નામને પણ બદલી નાંખવામાં આવ્યુ છે. જણાવી દઈએકે, પ્રોમો મુજબ આ વખતની થીમને બદલી નાખવામાં આવી છે. દર વખતે શોમાં કંઈકને કંઈક તો બદલાવ થાય છે. અનુમાન મુજબ, આ વર્ષે કોરોના વાયરસ અને લોકડાઉનની સાથે લિંક કરી શોની થીમ નક્કી કરવામાં આવી છે.
આ વખતની સિઝન ટીવી ગેમ શો,’બિગ બૉસ ૨૦૨૦’ના નામે ઓળખાશે. ઉલ્લેખનીય છેકે, આ પહેલાની બધી જ સિઝનને તે સિઝનની ગણતરીનાં હિસાબથી ઓળખાતી હતી. પરંતુ આ વખતે બિગબોસ ૧૪ની જગ્યાએ બિગ બોસ ૨૦૨૦નાં નામે પ્રસારિત થશે. શોમમાં મેઈન હાઈલાઈટ લોકડાઉન હશે. રજૂ થયેલાં પ્રોમોમાં સલમાન ખાન કહેતો દેખાઈ રહ્યો છેકે, લોકડાઉન લાયા નોર્મલ લાઈફમાં સ્પીડ બ્રેકર. એટલા માટે ઉગાડી રહ્યો છું ચોખા અને ચલાવી રહ્યો છું ટ્રેક્ટર, પરંતુ હવે સીન પલટાશે. જણાવી દઈએકે, ડિસેમ્બરના મહિનામા શો શરૂ થવાનું અનુમાન છે. જેથી ફેન્સ તે જાણવા માટે ઉત્સુક છેકે,
આ વખતે શોમાં કોણ-કોણ કંન્ટેસ્ટન્ટ ભાગ લેવાના છે. બિગ બોસની ૧૪મી સિઝનનો હિસ્સો બનવાને લઈને ઘણા સેલેબ્સની ચર્ચાએ જોર પકડ્યુ છે. જોકે, શોનાં મેકર્સ તરફથી કોઈ પણ કન્ટેસ્ટન્ટની જાહેરાત થઈ નથી. પરંતુ મીડિયા રિપોર્ટનું માને તો ઘણા સેલેબ્સ એવા છે, જેમણે બિલ બોસ ૧૪ની ઓફરને નકારી કાઢી છે. જેમાં ટીવીનાં બહુ ચર્ચિત શો ભાભીજી ઘર પર હેની શુભાંગી અત્રે, અધ્યયન સુમન, નાગિન અભિનેત્રી સુરભિ જ્યોતિ અને સુષ્મિતા સેનનાં ભાઈ રાજીવ સેન જેવાએ સામેલ છે.

Related posts

યશ સ્ટારર કન્નડ ફિલ્મ કેજીએફ ચેપ્ટર ૧ને બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી.

Charotar Sandesh

ભણસાલી ભાણી શરમીન અને જાવેદ જાફરીના પુત્રને ‘મલાલ’ ફિલ્મથી લોન્ચ કરશે

Charotar Sandesh

એક્ટ્રેસ મોનિકા બેદી ક્રિકેટર અઝહરુદ્દીનને ડેટ કાર્યની ચારેકોર ચર્ચા…

Charotar Sandesh