વિવાદિત રિયાલિટી શો ‘બિગ બોસ’ની ૧૩મી સિઝન માટે ઓડિશન તથા રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે. ચર્ચા છે કે ચેનલ આ શોને સપ્ટેમ્બર એન્ડમાં લોન્ચ કરશે. આટલું જ નહીં આ વખતે શોનો સેટ લોનાવાલામાં નહીં પણ મુંબઈના ફિલ્મસિટીમાં જ બનાવવામાં આવશે.
શો સાથે જાડાયેલા સૂત્રોની વાત પર વિશ્વાસ કરીએ તો, નિર્માતાઓએ સ્પર્ધકોની યાદી પર કામ શરૂ કર્યું હતું. આ વખતે સેટ મુંબઈમાં જ બનવાનો છે. સાત સિઝન લોનાવાલામાં શૂટ કરવામાં આવી હતી અને પાંચ સિઝન કરજતમાં શૂટ થઈ હતી. આ વખતે સેટ મુંબઈના ગોરેગાંવ Âસ્થત ફિલ્મસિટીમાં જ બનાવવામાં આવશે.
પ્રોડક્શન હાઉસના નિકટના સૂત્રોના મતે, ચેનલ ૧૩મી સિઝન સપ્ટેમ્બર એન્ડ સુધી લોન્ચ કરશે. આ શો ત્રણ મહિના ચાલશે અને શોને આગળ લંબાવવામાં આવશે નહીં. ટીમે પહેલાં જ સામાન્ય લોકોના ઓડિશન લેવાની શરૂઆત કરી દીધી છે. હાલમાં શોનું કામ પ્રી-પ્રોડક્શન લેવલ પર ચાલે છે.