USA : અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા જો બિડેન ‘અમેરિકા ઇઝ બેક’જાહેરાત કરીને તેમના મહત્ત્વના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ નીતિ અધિકારીઓનો પરિચય કરાવ્યો હતો અને કહ્યું હતું કે અમારૂં વહીવટી તંત્ર વિશ્વને નેતૃત્વ પુરૂં પાડવા સક્ષમ અને તૈયાર છે તેમજ અમે ફરીથી મંત્રણાના ટેબલ પર બેસીશું. વિદાય લઇ રહેલા રિપબ્લીકન ટ્રમ્પની છેલ્લા ચાર વર્ષની ‘અમેરિકા ફર્સ્ટ’નીતિને બદલે તેઓ ‘અમેરિકા ઇઝ બેક’મંત્ર લાવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે અમેરિકા તેના વિરોધીઓ સાથે ટકરાવવા તૈયાર છે.સાથીઓને નકારશે નહીં અને તેના મૂલ્યો પર ખરૂં ઉતરવા તૈયાર છે.ડેલવારા,વિલમિંગટન ખાતેના પોતાના ઘરેથી બોલતાં ડેમોક્રેટ બિડેને તેમના છ સલાહકારનો પરિચય કરાવ્યો હતો અને સાથીઓ સાથે ફરીથી સબંધો સ્થાપવાની જરૂરિયા પર ભાર મૂક્યો હતો.ઉપરાંત કોરોના મહામારીને કાબુમાં લેવાની પગલાં ભરવાની પણ વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે વિશ્વ નેતાઓ અમેરિકાને પેસિફિક તેમજ એટલાન્ટીક ક્ષેત્ર અંગ વૈશ્વિક નેતા તરીકેની તેની ઐતિહાસિક ભૂમિકા ભજવે તે તરફ આતુરતાથી જોઇ રહ્યા છે.હસ્તાંતરણ ટીમ દ્વારા સોમનારે તેમની કરાયેલી જાહેરાત પછીથી પહેલી જ વાર બિડેનને નિમેલા મંત્રીઓ પણ બોલ્યા હતા. તેપૈકીની કેટલાકે ટ્રમ્પની ઝાટકણી કાઢી હતી અને અમેરિકા ફર્સ્ટની ટીકા પણ કરી હતી.’આ મારી ટીમ છે જે મારી સાથે રહેશે’એમ બિડેને કહ્યું હતું.
- Naren Patel