Charotar Sandesh
ઈન્ડિયા

બિહારમાં એનઆરસી લાગુ કરવાનો સવાલ જ નથી : નીતીશ કુમાર

મોદી સરકારને ઝટકો, સીએએ પર ચર્ચા થવી જોઇએ…

પટના : એનડીએના સાથી પક્ષ જનતા દળ યૂનાઈટેડના અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રીએ એનઆરસીને લઈને વિરોધાભાસી નિવેદન આપ્યું છે. નીતીશ કુમારે બિહાર વિધાનસભા મંડળના બંને સદનોના બોલાવવામાં આવેલા વિશેષ સત્રમાં એનઆરસીને લઈને કહ્યું હતું કે, આ બિલને બિહારમાં લાગુ કરવાને લઈને કોઈ સવાલ જ નથી. સાથે જ નીતીશ કુમારે સીએએને લઈને પણ દાણો દબાવ્યો છે.
નીતીશ કુમારે કહ્યું હતું કે, એનઆરસી આવ્યુ જ ક્યાં છે? એનઆરસી તો કેન્દ્રમાં રાજીવ ગાંધીની સરકાર હતી ત્યારે અસમના લોકો સાથે તે વાતચીત થઈ હતી. એનઆરસીની દેશમાં કોઈ જરૂરિયાત જ નથી.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન પણ આ મામલે સ્પષ્ટ કરી ચુક્યા છે. એનઆરસીની વાત અસમને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. સાથે જ નીતીશ કુમારે કહ્યું હતું કે, અમે સીએએને લઈને પણ વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. તો વસ્તીગણતરીને લઈને તેમણે કહ્યું હતું કે, ૨૦૧૦માં એનપીઆરની વાત થઈ હતી.
તેમણે કહ્યું હતું કે, આ મામેલ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, હાલ જેવી હરિયાળી યોજનાની શરૂઆત થઈ છે તેના પર મારૂ સંપુર્ણ ધ્યાન કેન્દ્રીત છે. હું એનપીઆર પર સદનમાં ચર્ચા કરવા પર સહમત છું અને કોઈ પણ વિષય પર સદનમાં જરૂરી ચર્ચા થવી જ જોઈએ.
વસ્તીગણતરીને લઈને નીતીશ કુમારે એમ પણ કહ્યું હ્‌તું કે, અમે એ વાતનું સમર્થન કરીએ છીએ કે જાતી આધારીત મતગણતરી થવી જોઈએ. છેલ્લે આમ ૧૯૩૦માં થયું હતું. ૨૦૧૦માં પણ આ દિશામાં માંગણી ઉઠવા પામી હતી. જનગણતા બાદ આ મામલે ક્યારેક આંકડા જાહેર થયા જ નથી. પણ ૧૯૩૦ પછી ફરી એકવાર આ પ્રમાણે વસ્તીગણતરી થવી જોઈએ. જુદા જુદા ધર્મોને માનનારાઓની ગણતરી કરવામાં આવે છે પણ જાતિ આધારી વસ્તી ગણતરી ક્યારેય થતી નથી. કેન્દ્ર સરકારે અમે અમારો મત રજુ કરીશું.

Related posts

દેશની રાજધાની દિલ્હીમાં હવાની સાથે પીવાનું પાણી પણ શુદ્ધ નથી…

Charotar Sandesh

રાજ્યોને અત્યાર સુધીમાં ૪૧ કરોડથી વધુ કોરોના રસીના ડોઝ અપાયા : કેન્દ્ર

Charotar Sandesh

Vaccine : સીરમ કંપની ૬ મહિનામાં કોવોવેક્સ વેક્સિન લોન્ચ કરશે : અદાર પૂનાવાલા

Charotar Sandesh