Charotar Sandesh
બોલિવૂડ

બીગબી કેબીસીનું શૂટિંગ પૂરું કરી પ્રભાસ-દીપિકાની ફિલ્મમાં એન્ટ્રી લેશે…

મુંબઈ : ડિરેક્ટર નાગ અશ્વિનની અપકમિંગ ફિલ્મમાં તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે અમિતાભ બચ્ચન પણ લીડ રોલમાં દેખાશે. આશરે ૧૦૦ કરોડના બજેટની એક્શન ફિલ્મનું શૂટિંગ આવતા મહિનેથી શરુ થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ મેગા બજેટ ફિલ્મ પટ કામ શરુ કર્યા પહેલાં બિગ બી ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ-૧૨’નું શૂટિંગ પૂરું કરી લેશે. ટીવી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, કોરોનાવાઈરસને કારણે આ વખતે કેબીસી શો મોડો શરુ થયો. નવા શેડ્યુલ પ્રમાણે આ શો આવતા વર્ષની શરુઆતમાં પૂરો થઇ જશે.
શો માટે હોસ્ટ અમિતાભ બચ્ચન આશરે ૨૦ દિવસ શૂટ કરે છે. એક દિવસમાં તેઓ બે એપિસોડનું શૂટિંગ પૂરું કરે છે. ઘણીવાર તેઓ સતત એક અઠવાડિયાંનું શૂટ કરે છે અને પછી એક વીકનો બ્રેક લે છે. તેમના શેડ્યુલ પ્રમાણે, તેઓ ડિસેમ્બર એન્ડ સુધીમાં આવતા મહિનાના દરેક એપિસોડનું શૂટિંગ પૂરું કરી લેશે. શોના મેકર્સ આશરે ૨૦થી ૨૫ બેંક એપિસોડ રાખે છે.
તેમના પ્રયત્નો છે કે અમિતાભ તેમના નેક્સ્ટ પ્રોજેક્ટ પર કામ શરુ કરે તે પહેલાં કેબીસી-૧૨નું શૂટિંગ પૂરું કરી લે. સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, કેબીસી-૧૨નો ફાઈનલ એપિસોડ જાન્યુઆરી ૨૦૨૧માં શૂટ થશે. મેકર્સના આ પ્લાનિંગ સાથે બિગ બી સહમત થઇ ગયા છે. નાગ અશ્વિનની ફિલ્મમાં અમિતાભનો ફૂલ-લેન્થ રોલ હશે.

Related posts

ભારતનો સુર અનંતમાં વિલીન : 92 વર્ષની વયે લતા મંગેશકરે લીધા અંતિમ શ્વાસ, દેશભરમાં શોકનો માહોલ

Charotar Sandesh

કોરિયોગ્રાફર-એક્ટર પુનીત પાઠકે નિધિ મોની સિંહ સાથે કર્યા લગ્ન…

Charotar Sandesh

દિલીપકુમારના નિધનથી દુખી અભિનેત્રી સની લિયોને ઈમોશનલ પોસ્ટ શેર કરી

Charotar Sandesh