Charotar Sandesh
સ્પોર્ટ્સ

બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે ભારતને સાત વિકેટે હરાવી ૨-૦થી સિરીઝ જીતી…

ભારતનો ૮ વર્ષ બાદ ટેસ્ટમાં વ્હાઇટવોશ, બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયા ૧૨૪ રનમાં ઓલઆઉટ…

ન્યૂઝીલેન્ડે ૧૩૫ રનનો ટાર્ગેટ ત્રણ વિકેટ ગુમાવી પ્રાપ્ત કર્યો,બુમરાહે ૨ અને ઉમેશે ૧ વિકેટ ઝડપી…

ક્રાઇસ્ટચર્ચ : ન્યૂઝીલેન્ડે ક્રાઇસ્ટચર્ચ ખાતેની બીજી ટેસ્ટમાં ભારતને ૭ વિકેટે હરાવી સીરિઝ ૨-૦થી પોતાના નામે કરી છે. પહેલી ટેસ્ટમાં વેલિંગ્ટનમાં ભારત ૧૦ વિકેટે હાર્યું હતું. આ મેચમાં ટોસ હારીને ભારતે પ્રથમ દાવમાં ૨૪૨ રન કર્યા હતા. જવાબમાં કિવિઝ ૨૩૫ રન જ કરી શક્યું હતું. બીજી ઇનિંગ્સમાં ૭ રનની લીડ સાથે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમ ૧૨૪ રનમાં ઓલઆઉટ થઇ હતી. કિવિઝને ૧૩૨ રનનો ટાર્ગેટ ૩ વિકેટે ચેઝ કર્યો. ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ્‌-૨૦ સિરીઝ ૫-૦થી જીત્યા પછી ઇન્ડિયન ટીમ વનડેમાં ૦-૩ અને ટેસ્ટમાં ૦-૨થી હાર્યું. ૨૦૧૧માં ઓસ્ટ્રેલિયાએ પોતાના ઘર આંગણે ભારતને ટેસ્ટમાં ૪-૦થી હરાવ્યું હતું.
૧૩૨ રનનો પીછો કરતા કિવિઝે ૩૬ ઓવરમાં ૩ વિકેટે ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ટોમ લેથમે કરિયરની ૧૮મી ફિફટી ફટકારતાં ૭૪ બોલમાં ૧૦ ફોરની મદદથી ૫૨ રન કર્યા હતા. જ્યારે ટોમ બ્લેન્ડલે ૧૧૩ બોલમાં ૮ ફોર અને ૧ સિક્સની મદદથી ૫૫ રન કર્યા હતા. રોસ ટેલર ૪ રને અને હેનરી નિકોલ્સ ૩ રને અણનમ રહ્યા. જસપ્રીત બુમરાહે ૨ અને ઉમેશ યાદવે ૧ વિકેટ લીધી. ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બીજી મેચ હાર્યું છે. જ્યારે કેન વિલિયમ્સનની ટીમ સતત બીજી મેચ જીતીને ૧૮૦ પોઈન્ટ્‌સ સાથે પોઈન્ટ્‌સ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે. આ ભારતની આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પ્રથમ સિરીઝ હાર છે.
ત્રીજા દિવસે જ્યારે ટીમ ઈન્ડિયાએ પોતાનો દાવ ૬ વિકેટ પર ૯૦ રનના સ્કોર પર આગળ વધાર્યો તો ટીમની સાતમી વિકેટ પડવામાં વાર લાગી નહીં. ત્રીજા દિવસની ત્રીજી ઓવરમાં જ હનુમા વિહારી (૯) અને ત્યારબાદ પંત ૪ રન બનાવીને આઉટ થયાં. ૪૧મી ઓવરમાં ટીમ ઈન્ડિયાના ૧૦૦ રન પૂરા થયાં.
શમી મોટો શોટ મારવાના ચક્કરમાં ૫ રન બનાવીને આઉટ થયો અને ત્યારબાદ જાડેજાએ (૧૬) કેટલાક શોટ રમ્યા પરંતુ બુમરાહ આઉટ થતા જ ટીમ ઈન્ડિયાનો દાવો ૧૨૪ રને સમેટાઈ ગયો. ભારત તરફથી આ ઈનિંગ્સમાં સૌથી વધુ ૨૪ રન ચેતેશ્વર પૂજારાએ બનાવ્યા હતા. જ્યારે ન્યૂઝીલેન્ટ તરફથી ટ્રેન્ટ બાઉલ્ટે ૪ અને ટિમ સાઉદીએ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે કોલિન અને નીલના ભાગમાં એક-એક વિકેટ આવી હતી.

Related posts

આઈસીસી ટેસ્ટ રેન્કિંગ : કોહલી બેટ્‌સમેન રેન્કિંગમાં બીજા સ્થાને, સ્મિથથી ત્રણ કદમ દુર…

Charotar Sandesh

માત્ર પૂર્વ કેપ્ટન ધોની જ જાણે છે કે તેઓ શું કરવા માંગે છે : વિજય દાહિયા

Charotar Sandesh

બોલરોને ભાન ભુલાવનાર સચિનને એક રિક્ષાવાળાએ બતાવ્યો હતો રસ્તો…

Charotar Sandesh