Charotar Sandesh
ગુજરાત ચરોતર મધ્ય ગુજરાત

બેફામ વાહનચાલકો સાવધાન… હવે ઓવરસ્પીડથી દોડતા વાહનોને અદ્યતન ટેકનોલોજીથી મળશે મેમો

  • ધસમસતા વાહનોનો ’હિસાબ’ રાખશે યુએસ ટેકનોલોજી ધરાવતી સ્પીડગન…

  • ઓવરસ્પીડ વાહનચાલકોને પુરાવા સાથે ઇ-મેમો મોકલી શકાશે : આણંદ શહેર ટ્રાફિક પીએસઆઇ ગોહેલે પોલીસ એકેડમી, કરાઇમાં મેળવી તાલિમ…

અમદાવાદ,
રાજયના નાગરિકોને સુરક્ષા મળી રહે અને ટ્રાફિક ક્ષેત્રે જનજાગૃતિ આવે તે માટે રાજ્ય સરકારે ગુડ ગવર્નન્સના માધ્યમ દ્વારા અનેકવિધ નવા આયામો કાર્યાન્વિત કર્યાં છે. રાજય સરકારે વધુ એક નક્કર કદમ લઈને ઓવર સ્પીડથી ચાલતા વાહનો પર બ્રેક લગાવવા માટે અદ્યતન ટેકનોલોજી આધારિત સ્પીડ ગનનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્યમાં ઓવર સ્પીડથી ચાલતા વાહનો પર બ્રેક લગાવવા અને તેમની સામે કડક દંડનીય કાર્યવાહી કરવા રૂ.૩.૯૦ કરોડનાં ખર્ચે યુ.એેસ. બનાવટની અદ્યતન લેઝર ટેક્નોલોજી આધારિત નવી ૩૯ સ્પીડ ગન ખરીદવામાં આવી છે.
અદ્યતન ટેકનોલોજી આધારિત વિકસાવવામાં આવેલી ૩૯ નવી સ્પીડ ગન પૈકી પાંચ સ્પીડ ગન અમદાવાદ શહેરને ફાળવવામાં આવશે જ્યારે બાકીની સ્પીડ ગન તમામ જિલ્લાઓના ટ્રાફિક પોલીસ મથકને ફાળવવામાં આવશે. રૂ.૧૦ લાખની કિંમતની આ પ્રત્યેક સ્પીડ ગન હાઇટેક સ્પીડ ગન છે.

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાની સૂચનાથી સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના પોલીસ મહાનિરીક્ષક પિયુષ પટેલનાં માર્ગદર્શન હેઠળ આ સ્પીડ ગન સંબંધિત ત્રી-દિવસીય તાલીમનું આયોજન ગુજરાત પોલીસ અકાદમી કરાઇ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાતો દ્વારા તમામ જિલ્લામાં ટ્રાફિકને લગતી કામગીરી સંભાળતા ૨૦૦ જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. જેથી આવનારા દિવસોમાં અદ્યતન, આધુનિક અને પુરાવા સાથેની સ્પીડ ગનથી ગુજરાત રાજ્યના તમામ શહેર/જિલ્લાઓમાં ઓવર સ્પીડનાં કેસ કરી કડક દંડનીય કાર્યવાહી કરવાનું ચાલુ કરી ઓવરસ્પીડથી ચાલતા વાહનો પર બ્રેક લગાવી શકાશે.

Related posts

કોરોનાની ઐસી કિ તૈસી, વડોદરા સંગીતસંધ્યામાં ૪૦૦ લોકોની વચ્ચે કજરા રે… પર ઠુમકા

Charotar Sandesh

માસ્ક નહી પહેરવા બદલ કોવિડ સેન્ટર સેવા નહી : ગુજરાત હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમનો સ્ટે…

Charotar Sandesh

આજે પધારશે વડાપ્રધાન ગુજરાત : કાલે નર્મદાના નીર વધાવશે…

Charotar Sandesh