Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

બે દિવસ પૂર્વ આણંદમાં કેમીકલયુક્ત દુર્ગંધ ફેલાવવા પાછળ કેમીકલના ચોરોના પાપે સર્જાયાની આશંકા…

ચર્ચાતી વાતો વચ્ચે મોટાપાયે ચાલતા કેમીકલ તથા ઓઈલ ચોરીના બે નંબરના વેપલો ઉજાગર થવા પામે તેવી શકયતા…

આણંદ : શહેર સહિત વીસથી પચીસ કીલોમીટરના પથક વિસ્તારમાં બે દિવસ પૂર્વની રાતના કેમીકલની દુર્ગંધ પ્રસરતા વાતાવરણ પ્રદુષિત થતા કોરોના સક્રમણ વચ્ચે વધુ એક ઘટનાથી સ્વાસ્થ્ય સાથે ચેડા બનવાની ઘટના બનતા તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં પણ સત્ય ઉજાગર થવા પામ્યુ હતુ. આ મુદ્દે તપાસ હાથ ધરતા આણંદ નજીકના ને.હા. માર્ગ પર અગાઉની માફક કેમિકલ ચોરી ટોળી સક્રીય થવા પામેલ હોય તેમના પાપે બે દિવસ પૂર્વની રાતના દુર્ગંધ યુકત કેમીકલ ના કારણે વાતાવરણ પ્રદુષિત થવા પામ્યાની આશંકા વ્યકત થવા પામેલ છે ત્યારે તત્ર દ્વારા આ દિશામાં તપાસ હાથ ધરવામાં આવે તો કેમીકલ ચોર ટોળકીના કારસ્તાન ઉજાગર થવ પામે તેવી ચર્ચા ઉઠવા પામેલ હોવાનુ જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા- અમદાવાદ જૂના નેશનલ હાઈવે ન. ૮ પર સતત વાહનોના આવાગમન થવા ઉપરાત સૌરાષ્ટ્ર તરફ વાહન વ્યવહાર અવિરત રહેવા પામતો હોય છે. જેના કારણે આ માર્ગ પરથી કેમીકલ ટેન્કરો તથા ઓઈલ ટેન્કરો પણ પસાર થતા હોય છે.

જેના પગલે અગાઉ વાસદથી ચીખોદરા માર્ગ વચ્ચે કેમીકલ તથા ઓઈલ ચોર ટોળકી સક્રીય બનવા પામી હતી અને મોટાપાયે બેનબરી ખેલ રચાતા હતા. બે દિવસ પુર્વ આણદ સહિત વીસથી પચાસ કીલોમીટરના દાયરામાં મોડીરાતના કેમીકલની દુર્ગંધ પ્રસરવા પામતા વાતાવરણ પ્રદુષીત થવાની ઘટના બનવા પામતા કોરોનાના સક્રમણ વચ્ચે વધુ એક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાની ઘટા સર્જાવા પામતા તત્રના વિવિધ વિભાગો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોઈ નક્કર તર્ક મળવા ન પામતા સમગ્ર મામલે સસ્પેન્સની સ્થિતિ સર્જાવા પામી હતી. પરંતુ જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે પુનઃ વાસદ-ચીખોદરા ચોકડી નેશનલ હાઈવે ન. ૪૮ પર કેમીકલ તથા ઓઈલ ચોરી ટોળકી સક્રીય થવા પામેલ હોય બે દિવસ પુર્વ મોડીરાતના પ્રસરેલ કેમીકલ દુર્ગંધથી વાતાવરણ પ્રદુષીત થવા પાછળ આ ટોળકી સક્રીય બન્યાની આશકા વ્યકત કરવામાં આવી છે. ત્યારે તત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો મસમોટુ આ માર્ગ પર ચાલતુ કેમીકલ તથા ઓઈલ ચોરીના બે નબરના વેપલ ઉજાગર થવા પામે તેવી શકયતા જોવામાં આવી રહયાનુ જાણવા મળેલ છે.

  • હિમાંશુ પંડ્યા

Related posts

આણંદમાં દબાણ હટાવ ઝુંબેશનો ત્રીજો દિવસ : લારીઓ-પાથરણા પાથરી ધંધો કરતાં લોકોમાં નાસભાગ

Charotar Sandesh

ચરોતર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ના કેજી વિભાગમાં સમર કેમ્પની શરૂઆત કરાઈ

Charotar Sandesh

રાજ્યભરની પાલિકા-મહાલિકાઓમાં તમામ કામગીરી ઓનલાઇન થશે

Charotar Sandesh