ન્યુ દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમનો ચાઇના મેન બોલર એટલે કુલદીપ યાદવ. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ચાઇના મેન બોલરની આમેય અછત રહેતી હોય છે. તેમાં આ પ્રકારના બોલર સામે રમવું દરેક બેટ્સમેનને અઘરું થઈ પડે છે કુલદીપ યાદવ એવી સિદ્ધિ ધરાવે છે જે ઘણા ઓછા બોલરના નસીબમાં આવી છે.
કુલદીપ યાદવે વન-ડે ક્રિકેટમાં બે વાર હેટ્રિક લીધેલી છે. કુલદીપ ભારત માટે છ ટેસ્ટ, ૬૧ વન-ડે અને ૨૧ ટી૨૦ મેચ રમેલો છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી ડિસેમ્બરની વન-ડેમાં કુલદીપ રમ્યો હતો. ભારતીય ટીમ ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયા ગઈ ત્યારે સિડની ખાતેની અંતિમ ટેસ્ટમાં તે રમ્યો હતો.
કુલદીપે વન-ડેમાં ૧૦૫ વિકેટ ઝડપી છે. વન-ડે ક્રિકેટમાં લસિત મલિંગાએ ત્રણ વખત હેટ્રિક લીધી છે તો એવા પાંચ બોલર છે જેમણે બે બે વખત હેટ્રિલ લીધેલી છે જેમાં ભારત તરફથી કુલદીપ યાદવનો સમાવેશ થાય છે. તદ્ઉપરાંત વસિમ અકરમ, ચમિન્ડા વાઝ, સકલીન મુસ્તાક અને ટ્રેન્ટ બોલ્ટે પણ વન-ડે ક્રિકેટમાં બે બે વાર હેટ્રિક લીધેલી છે.