Charotar Sandesh
ઉત્તર ગુજરાત

બે સિનિયર અધિકારીઓના રાજીનામા પડતા ડો.જંયતિ રવિ ફરી ચર્ચામાં…

કમિશનરેટમા કોઇ રોલ ન હોવાના કારણે નારાજીનામાની સચિવાલયમાં ચર્ચા…

ભાવનગર : કોરોના કાળમાં ગુજરાતના આરોગ્ય વિભાગની બાગડોર અગ્રસચિવ ડો. જયંતિ રવિના હાથમાં મૂકેલી છે. અનેક વાર વિવાદોમાં આવ્યા બાદ સરકારે તેમની દોર કાપી નાંખી હતી. ત્યારે ફરી એકવાર જયંતિ રવિ સામે બે સિનિયર અધિકારીઓના રાજીનામા પડતા મોટો સવાલો ઉભા થયા છે. ગુજરાતના આરોગ્ય કમિશનરેટમા અધિક નિયામક ડો. પ્રકાશ વાઘેલા અને એપેડેમિક યુનિટના મેડિકલ ઓફ્સિર ડો.દક્ષા પટેલ એમ બે સિનિયર ઓફ્સિરોએ રાજીનામા આપ્યા છે.
ડો.વાઘેલાએ હૃદયની સર્જરી થયાનું તેમજ ડો.પટેલે પરિવારમાં માતાની સારવારનું કારણ આગળ ધર્યુ છે. પરંતુ, હકીકતમાં સીધી રીતે કમિશનરેટમા જેમની કોઇ રોલ નથી તેવા અગ્રસચિવ ડો.જંયતિ રવિના વલણને કારણે એક સમયે ઘિખતી ખાનગી પ્રેક્ટિસ બદલે સરકારી સેવામાં જોડાયેલા આ બેઉ ડોક્ટરોને રાજીનામા આપવાની ફરજ પડી છે. એવુ સચિવાલયમાં ખુલ્લેઆમ ચર્ચાય છે. જંયતી રવિએ એક તબક્કે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેને અમદાવાદ સિવિલમાં બેસાડીને આખા કમિશનરેટનો કબ્જો લઇ લીધો હતો.

Related posts

Breaking : ગુજરાતના ચાર મહાનગરો થશે લોકડાઉન : સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ લોકડાઉન…

Charotar Sandesh

રાજસ્થાનમાં બનશે વિશ્વનું ત્રીજુ સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, ડિઝાઈન ફાઈનલ…

Charotar Sandesh

હાર્દિકની પત્નીનો સરકારને પડકાર : ‘જરૂર પડશે તો ૨૦૧૫ની જેમ કાર્યક્રમો કરીશું’

Charotar Sandesh