શાહરુખ ખાન ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘નેટફ્લક્સ’ માટે એક ફિલ્મ પ્રોડ્યૂસ કરી રહ્યો છે. આ ફિલ્મ નેટફ્લક્સ ઇન્ડયાની ઓરિજિનલ ફિલ્મ છે. ‘ક્લાસ ઓફ ‘૮૩’ નામની આ ફિલ્મથી બોબી દેઓલ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ ૫ મેથી શરૂ થયું છે. બોબી દેઓલે કલેપબોર્ડનો ફોટો શેર કરતાં લખ્યું હતું કે, ક્લાસ ઓફ ‘૮૩ સાથે વેબ વર્લ્ડમાં સાહસ કરવા માટે ઉત્સુક છું. આ ફિલ્મને અતુલ સભ્રવાલ ડિરેક્ટ કરી રહ્યા છે.
આ નેટફ્લક્સ ઓરિજિનલ ફિલ્મ ક્લાસ ઓફ ‘૮૩ની સ્ટોરી એક પોલીસ ઓફિસરની છે જે ટ્રેનર બને છે. તેના સ્ટુડન્ટ્સ પ્રતિષ્ઠા, મોરલ્સ (નીતિમત્તા) અને દેશભÂક્તની જટિલતા વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હોય છે. ક્લાસ ઓફ ‘૮૩ સિવાય શાહરૂખ ખાન નેટફ્લક્સ માટે એક વેબ સિરીઝ પણ પ્રોડ્યૂસ કરી રહ્યો છે. ‘બાર્ડ ઓફ બ્લડ’ નામની વેબ સિરીઝમાં ઇમરાન હાશ્મી લીડ રોલમાં છે.