આજથી બોરસદ તાલુકા ના તેર ગામોમાં ખેડૂતો ને સિંચાઈ માટે દિવસે વીજળી ફેબ્રુઆરીમાં તાલુકાના બધાજ ગામોમાં લાભ મળશે…
આણંદ : જિલ્લા બોરસદ ખાતે ખેડૂતોની ભરચક હાજરીમાં કિસાન સુયોદય યોજના નો પ્રારંભ કરતા સાંસદ શ્રી મિતેશ ભાઈ પટેલે જણાવ્યું કે આજથી બોરસદ તાલુકાના તેર ગામોના ખેડૂતોને હવે દિવસે વીજળી મળશે અને આગામી બે માસમાં બોરસદ તાલુકાના તમમામ ગામોના ખેડૂતોને દિવસે સિંચાઈ કરી શકે તે માટે દિવસે વીજળી મળશે.
સાંસદ શ્રી મિતેષ ભાઈ પટેલે જણાવ્યું કે કિસાન સૂર્યોદય યોજના હેઠળ આણંદ જિલ્લાના ૧૪૩ ગામોમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે અને આવા ગામોના ખેડુતોનો ઉસ્સાહ વધ્યો છે અને ખૂબ સારા પ્રતિભાવ મળી રહયા છે.
ગુજરાતમાં ભૂતકાળના ૪૨ વર્ષમાં સાત લાખ ખેડૂતોને સિંચાઈ નો લાભ મળ્યો જયારે છેલ્લા વર્ષોમાં ૧૨ લાખ ખેડૂતોને સિંચાઈનો લાભ મળ્યો એમ જણાવી સાંસદ શ્રી મિતેષ ભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં આગામી ત્રણ વર્ષમાં ગુજરાતના ૧૮ હજાર ગામોમાં ખેડૂતોને સિંચાઈ માટે વીજળી મળતી થઈ જશે અને એ માટે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા બજેટની જોગવાઈ સાથે આયોજન પણ પૂરું કર્યું છે
એમ. જી.વી.સી.એલ.ના તમામ ઇજનેરો અધિકારીઓ અને સમગ્ર ટીમને આણંદ જિલ્લામાં ખેડૂતોને ખુબજ ઝડપથી દિવસે વીજળી મળે તે માટેનું આયોજન અને કામગીરી કરવામાં સફળ રહેવા બદલ અભિનંદન પાઠવતા સાંસદ શ્રી મિતેષ ભાઈ પટેલે જણાવ્યું કે કિસાન સુયોદય યોજનાના લોકાર્પણના આણંદ જિલ્લાના સાત તાલુકાઓમાં સફળ કાર્યક્રમો યોજાયા અને આજે બોરસદ તાલુકામાં છેલ્લો અને આઠમો કાર્યક્રમ પૂર્ણ થયો છે.
તમામ કાર્યકર્મોમાં આરોગ્યની ગાઈડ લાઈન મુજબ એક આદર્શ કાર્યક્રમ અને વ્યવસ્થા પણ રહી સાંસદ શ્રી મિતેશ ભાઈ પટેલે એમ.જી.વી.સી.એક.ની ટીમ ને અભિનંદન પણ આપ્યા હતા.
અહીં યોજાએલ કાર્યક્રમ માં મંચ ઉપર નું રંગલા રંગલી નું પાત્ર દ્વારા લોકરંજન સાથે યોજનાકીય પ્રચાર અને સમજણ થી ખેડૂતો પ્રભાવિત થયા હતા.બોરસદ ના જલારામ મંદિર સંકુલ માં યોજાયેલા કિસાન સૂર્યોદય યોજના લોકાર્પણ કાર્યક્રમ માં પૂર્વ સાંસદ શ્રી લાલ સિંહ વડોદદીયા અને અગ્રણીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહયા હતાઉર્જા વિભાગ ના તમમામ અધિકારી શ્રી ઇજનેર શ્રી પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી સહીત મોટી સખ્યાંમાં ખેડૂતો હાજર રહ્યા હતા.