Charotar Sandesh
બોલિવૂડ

બોલીવુડ ફિલ્મ ‘બેલબોટમ’ની ઓછી કમાણીથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મુશ્કેલીમાં

’બેલબોટમ’ની કમાણી (bellbotam business)

મુંબઈ : કોરોનાકાળમાં રિલીઝ થયેલી ’મુંબઈ સાગા’એ પહેલાં દિવસે ૨.૮૨ કરોડની કમાણી કરી હતી. ’રૂહી’એ ૩.૬ કરોડ કમાયા હતા. ૬ડિસ્ટ્રિબ્યૂટરે કહ્યું હતું કે ફિલ્મના ડિસ્ટ્રિબ્યૂશનમાં થોડી ભૂલ થઈ હતી.

ડિસ્ટ્રિબ્યૂટર તથા એક્ઝિબિટર શૅરિંગ વચ્ચે છેલ્લાં દિવસ સુધી વાત ચાલતી હતી. ફિલ્મની લોકલ પબ્લિસિટી થઈ નથી. અક્ષય કુમારને જોનારો બહુ મોટો વર્ગ નાના શહેરનો સિંગલ સ્ક્રિનનો દર્શક છે. પ્રિન્ટ પબ્લિસિટી ના થઈ હોવાથી વાત તેમના સુધી પહોંચી નહીં.ટ્રેડ એનલિસ્ટ તથા પ્રોડ્યૂસર ગિરીશ જૌહરે કહ્યું હતું કે સામાન્ય દિવસમાં અક્ષય કુમારની ફિલ્મ પહેલાં દિવસ ૧૫-૨૦ કરોડની કમાણી કરતી હોય છે.

ફિલ્મ ’ગુડ ન્યૂઝ’એ પહેલાં દિવસે ૧૭.૫૬ કરોડની કમાણી કરી હતી. ’બેલબોટમ’ની કમાણી (bellbotam business) અપેક્ષા કરતાં ઓછી થઈ છે. ૩૦% રેવન્યૂ આપતાં મહારાષ્ટ્રના થિયેટર બંધ છે. આ જ કારણે હવે બિગ બજેટ ફિલ્મની રિલીઝ પર સંકટ તોડાઈ રહ્યું છે.તમિલનાડુમાં ’બેલબોટમ’ની કમાણી અપેક્ષા કરતાં વધુ થઈ શકે છે.

’બેલબોટમ’નું બજેટ ૪૫ કરોડ, પહેલાં દિવસે ૨.૭૫ કરોડની કમાણી કરીરવિવારે ૪.૪ કરોડની કમાણી કરી’બેલબોટમ’ની ચાર દિવસની કમાણીથી સિનેમા સાથે જોડાયેલા લોકો નિરાશ થયા છે. કોરોનાની બીજી લહેર બાદ બિગ બજેટ ફિલ્મ ફિલ્મ ’બેલબોટમ’ને થિયેટરમાં રિલીઝ કરવાનું સાહસ પ્રોડ્યૂસર્સે કર્યું હતું, પરંતુ કમાણીના આંકડા સારા નથી.ફિલ્મે ૪ દિવસમાં ૧૩.૪૫ કરોડની કમાણી કરી છે.

ટ્રેડ એનલિસ્ટના મતે, ’બેલબોટમ’ની રિલીઝ બાદ ઘણી જ આશા હતી, પરંતુ હવે ૬થી વધુ બિગ ફિલ્મ ૨૦૨૨ સુધી રિલીઝ થશે નહીં.

જોકે, ’ચેહરે’ ૨૭ ઓગસ્ટ તથા કંગના રનૌતની ’થલાઇવી’ ૧૦ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છ અહીંયા સોમવાર, ૨૩ ઓગસ્ટે થિયેટર ઓપન થયા અને તમિળ કન્ટેન્ટ ના હોવાથી મોટાભાગના મલ્ટીપ્લેક્સમાં ’બેલબોટમ’ જ રિલીઝ થઈ છે. જોકે, હવે મોટાભાગની બિગ બજેટ ફિલ્મ દિવાળી અથવા ૨૦૨૨માં જ આવી શકે છે.

Other News : સલમાન ખાનને એરપોર્ટ પર રોકનારા CISF જવાન મુશ્કેલીમાં મૂકાયો

Related posts

ઇન્ડસ્ટ્રી ગ્રુપ્સમાં વહેંચાયેલી છે અને ગંદી રાજનીતિ પણ છેઃ રવિના ટંડન

Charotar Sandesh

યશરાજ ફિલ્મ્સ વિરુદ્ધ એફઆઈઆર, કલાકારોના ૧૦૦ કરોડ હડપ કરવાનો આરોપ…

Charotar Sandesh

સલમાન ખાન ચોથી ઓક્ટોબરથી કરશે બિગબોસ ૧૪નું શૂટિંગ…

Charotar Sandesh