ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનું આજે ત્રિદિવસીય ટૂંકા સત્રની શરૂઆત થઇ હતી. જેમાં આજે પ્રથમ દિવસે પ્રશ્નોત્તરીકાળ માં ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મારુએ પૂછેલા લેખિત પ્રશ્નના જવાબમા રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ લેખિતમા જણાવેલ છે કે તારીખ ૩૧- ૧૦- ૨૦૧૯ સુધીના છેલ્લા બે વર્ષમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ ભરતી પરીક્ષાઓમાં પેપર ફૂટ્યાની ફરિયાદો કે રજૂઆતો સરકારને મળી નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમા પરિક્ષામા પેપર ફુટવા તથા ચોરી થવા બાતમા ગાધીનગર ખાતે પરીક્ષાર્થીઓએ મોટો હોબાળો મચાવ્યો હતો તેમજ પરિક્ષાર્થીઓએ સરકાર સાથે બેઠક કરી હતી અને સરકારે સીટ રચવાની જાહેરાત કરીને બીજાજ દિવસે સીટના સભ્યોના નામો જાહેર કરેલ છે.