ગાંધીનગર : રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યોના રાજીનામાં પડી રહ્યાં છે. માર્ચથી અત્યાર સુધી કોંગ્રેસના ૮ ધારાસભ્યો રાજીનામું આપી ચૂક્યા છે, ત્યારે હાર્દિક પટેલનું એક મોટુ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેણે ભાજપના કેટલાક અસંતુષ્ટ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાનો દાવો કર્યો છે.
હાર્દિક પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યુ કે, અમારા કોઈ ધારાસભ્યો તૂટવાના નથી. બીટીપીના બંને ધારાસભ્યોના મત કોંગ્રેસને મળશે. ભાજપના નારાજ ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે. બીટીપી અને જીજ્ઞેશ મેવાણીનો મત પણ કોંગ્રેસના ઉમેદવારને મળશે. માત્ર એક ધારાસભ્યની જરૂર છે એ અંગે વાત ચાલુ છે. હાર્દિકના જણાવ્યા પ્રમાણે, ભાજપના વડોદરાના ૩ અને સાબરકાંઠાના ૧ ધારાસભ્ય અમારી સાથે સંપર્કમાં છે.