Charotar Sandesh
ગુજરાત

ભાજપના સભ્યો જ દારૂ-જુગારના અડ્ડા અને ક્લબો ચલાવે છે : ધારાસભ્ય ગેનીબેન

બનાસકાંઠા : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થયો છે. આ દરમિયાન ભાભર નગરપાલિકાની ચૂંટણી પહેલા જ કૉંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ગેનીબેન ઠાકોરે ભાજપના ચૂંટાયેલા વર્તમાન સભ્યો જ દારૂ અને જુગારના અડ્ડા ચલાવતા હોવાના ગંભીર આક્ષેપો કરતા રાજકીય માહોલ ગરમાયો છે. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે ધીરે ધીરે ગરમી વધી રહી છે અને આ ગરમીની વચ્ચે સ્થાનિક સ્વારાજની ચૂંટણી જાહેર કરવામાં આવતા હવે ચૂંટણીનો માહોલ પણ ગરમાયો છે. નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ આક્ષેપ અને પ્રતિ-આક્ષેપનો દોર શરૂ થઇ ગયો છે.
ભાભર નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપ શાસિત પાલિકાના સભ્યો પર ગંભીર આક્ષેપો કર્યા છે. ગેનીબેન ઠાકોરે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ’ભાભર નગરપાલિકામાં પાંચ વર્ષના શાસનમાં ભાજપ સમસ્યાઓ હલ કરવામાં તો નિષ્ફળ રહી જ છે, પરંતુ ચૂંટાયેલા સભ્યો જ દારૂના અડ્ડા, જુગારના અડ્ડા, ક્લબો અને કોન્ટ્રાક્ટ ચલાવે છે. કોટવાલ જ ચોરી કરે ત્યારે જનતાનું શું થાય? ગેનીબેને વધુમાં જણાવ્યું હતું કે, આ બધુ જ ભાભરના લોકોએ નિહાળ્યું છે. હવે ભાભરની જનતા ભાજપના શાસનથી કંટાળી ગઈ છે. આ વખતે નગરપાલિકાની ચૂંટણીમાં ભાભરના લોકો પરિવર્તન લાવશે.
ગેનીબેન ઠાકોરના આવા નિવેદન બાદ જિલ્લામાં વાતાવરણ ગરમાયું છે. ગત ૨૩ જાન્યુઆરીના રોજ ચૂંટણી પંચ તરફથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જે પ્રમાણે રાજ્યની ૬ મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર માટે ૨૧ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને ૨૩ ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો તથા ૮૧ નગરપાલિકાઓ માટે ૨૮ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેની મતગણતરી ૨ માર્ચના રોજ કરવામાં આવશે.

Related posts

ગુજ૨ાતનાં અનેક વિસ્તા૨ોમાં કમોસમી મેઘસવા૨ી : ‘મહા’ વાવાઝોડાનું જોર ઘટ્યું…

Charotar Sandesh

રાજ્ય સરકારે બિન અનામત વર્ગમાં વધુ ૩૨ જાતિઓનો કર્યો સમાવેશ…

Charotar Sandesh

રાજ્યમાં નવા વર્ષ પાણીદાર રહેશે : નર્મદા ડેમની જળ સપાટી ૧૩૩.૬૭ મીટરે…

Charotar Sandesh