કોંગ્રેસના નેતા ઉદિત રાજે પટણામાં ભારતીય જનતા પાર્ટી પર ટિપ્પણી કરતા ક કે ભાજપને રાષ્ટપતિ રામનાથ કોવિંદ જેવા જ દલિત જાઇએ છે. તેમણે રાષ્ટપતિ પર પણ આરોપ મૂક્્યો અને કે દલિત હોવા છતાં તેમણે દલિતો માટે કોઈ કામ કર્યું નથી. તાજેતરમાં ભાજપ છોડીને કોંગ્રેસમાં જાડાયેલા ઉદિત રાજે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હું બહેરો-મુંગો ન બન્યો તે ભાજપના ટોચના નેતાઓને સહન ન થયું. તેમના આંતરિક સર્વેમાં પણ જીત અપાવનાર સાંસદ હોવા છતાં મારી ટિકિટ ઉત્તર પશ્ચિમ દિલ્હીથી કાપવામાં આવી હતી.
આ ઉપરાંત તેમણે હતું કે ત્રણ વર્ષોમાં ૫૦૦થી વધુ ન્યાયમૂર્તિઓની નિયુક્ત કરવામાં આવી છે પરંતુ તેમાં કોઈ પણ સમાન દલિતોને સ્થાન આપવામાં આવ્યું નથી. ઉપરાંત ઘણા પદો પુર્નસ્થાપિત થયા પરંતુ દલિતોને કોઈ સ્થાન મળ્યું નથી. ભાજપ સરકારે દલિતો માટે કંઈ કર્યું નથી. દલિતો વિશે બોલવાના કારણે પાર્ટીમાંથી મને બહાર કાઢવામાં આવ્યો છે.
નરેન્દ્ર મોદી સરકારને ‘દલિત વિરોધી’ અને ‘પછાત વર્ગ વિરોધી’ જણાવતા ઉદિત રાજે કે ભાજપ એવા દલિત ઇચ્છે છે જે ‘મુંગા-બહેરા’ હોય. પણ તેઓ એવા દલિત નેતા નથી ઇચ્છતા કે જે પોતાનો અવાજ ઉઠાવી શકે. ઉદિત રાજે જા દલિત પ્રતિÂષ્ઠત અને ગૌરવપૂર્ણ જીંદગી જીવવા ઇચ્છતા હોય તો તેમને કોંગ્રેસ, રાજદ અને સહયોગીઓને મત આપવા જાઇએ.