Charotar Sandesh
Live News ઈન્ડિયા ગુજરાત ચરોતર મધ્ય ગુજરાત રાજકારણ

ભારતના તમામ રાજ્યોના લોકસભા ચૂંટણીના પરિણામો લાઈવ જોવા માટે અહીં ક્લિક કરો…

Election-results-2019

અહીં ક્લિક કરો…  https://www.moneycontrol.com/news/lok-sabha-election-2019/

ભારતના ઈતિહાસમાં પહેલીવાર સતત બીજી વખત બહુમતી સાથે બિન-કોંગ્રેસી સરકાર બનશે

  • અમેઠીથી સ્મૃતિ ઈરાની 7600 મતથી આગળ, ભોપાલમાં દિગ્વિજય અને ગુનામાં સિંધિયા પાછળ
  • એક્ઝિટ પોલ્સ જ એક્ઝેટ: 10માંથી 9 એક્ઝિટ પોલ્સમાં એનડીએને બહુમતી મળવાનો અંદાજ દર્શાવવામાં આવ્યો હતો
  • કોંગ્રેસે પર્રિકરની પણજી વિધાનસભાની સીટ ભાજપ પાસેથી છીનવી

નવી દિલ્હી: 17મી લોકસભા ચૂંટણી માટે ગણતરી શરૂ થઈ ગઈ છે. રુઝાન પ્રમાણે દેશમાં એવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે બહુમતી સાથે સતત બીજી વાર કોઈ પાર્ટી સરકાર બનાવવાની સ્થિતિમાં આવી રહી છે. ભાજપને ગઈ વખતે 282 સીટ મળી હતી. રૂઝાનમાં આ વખતે બીજેપી 272 સીટથી આગળ જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદી વારાણસીથી આગળ ચાલી રહ્યા છે. રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલીથી સોનિયા આગળ ચાલી રહ્યા છે. બીજી બાજુ બિહારની મધેપુરા સીટ પર મહાગઠબંનના ઉમેદવાર શરદ પવાર 40 હજાર મતથી પાછળ છે. લખનઉમાં રાજનાથ, ભોપાલથી પ્રજ્ઞા ઠાકુર અને ગાંધીનગરથી અમિત શાહ આગળ ચાલી રહ્યા છે. પરંતુ નાગપુરમાં નિતિન ગડકરી અને સુલ્તાનપુરમાં મેનકા ગાંધી પાછળ ચાલી રહ્યા છે. મધ્યપ્રદેશના ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધ્યા 96 હજાર અને ભોપાલ સીટથી દિગ્વિજય સિંહ 1 લાખ 31 હજાર મતથી પાછળ ચાલી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે ભાજપ સંસદીય બોર્ડની બેઠક બોલાવી છે.

11 એપ્રિલથી 19 મે સુધી સાત તબક્કામાં વોટિંગની પ્રક્રિયા દરમિયાન 67.11% મતદાન થયું છે. જે લોકસભા ચૂંટણીના ઈતિહાસમાં સૌથી વધારે છે. આ વખતે 10માંથી 9 એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળતી દર્શાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જીતનો અંદાજ જાહેર કર્યો છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ટીડીપી પ્રમુખ ચંદ્રાબાબુ નાયડૂએ મોદી વિરોધી પક્ષો સાથે મુલાકાત શરૂ કરી દીધી છે.

સેન્સેક્સ પહેલીવાર 40 હજારને પાર

આ દરમિયાન ચૂંટણી પરિણામોની અસરથી સેન્સેક્સ 40,000 ઉપર પહોંચી ગયો છે. ગઈ વખતે 16 મે 2014ના પરિણામ આવ્યા ત્યારે સેન્સેક્સે પહેલી વાર 25,000ની સપાટી વટાવી હતી. આ વખતે લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે સેન્સેક્સે 40 હજારની સપાટી વટાવી છે.

Related posts

વડોદરામાં ચૂંટણીપ્રચાર : ભાજપ-કોંગ્રેસના કાર્યકરો સામસામે આવ્યા…

Charotar Sandesh

દેશમાં કોરોના વિસ્ફોટ, એક દિવસમાં ૯૩,૨૪૯ નવા કેસ, મુંબઈની સ્થિતિ ખતરનાક…

Charotar Sandesh

ખંભાતમાં ઉશ્કેલી કરવા બદલ ૩ મૌલવી તેમજ ૮ જેટલા શખ્સોની અટકાયત કરાઈ, ૧ વ્યક્તિનું મોત

Charotar Sandesh