Charotar Sandesh
સ્પોર્ટ્સ

ભારતના પ્રવાસ પહેલા બાંગ્લાદેશને ઝટકો, ઈજાને કારણે સૈફુદ્દીન બહાર…

ઢાકા : આગામી મહિને ભારતના પ્રવાસે આવી રહેલી બાંગ્લાદેશની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેનો સ્ટાર ઓલરાઉન્ડર મોહમ્મદ સૈફુદ્દીન ભારતના પ્રવાસે રમાનારી ટી૨૦ સિરીઝથી બહાર થઈ ગયો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આ વાતની જાણકારી આપી છે. બાંગ્લાદેશ ભારત વિરુદ્ધ ૩ નવેમ્બરે દિલ્હી, ૭ નવેમ્બરે રાજકોટ અને ૧૦ નવેમ્બરે નાગપુરમાં ટી૨૦ મેચ રમશે.
પીઠમાં થયેલી ઈજાને કારણે સૈફુદ્દીનને ભારતના પ્રવાસ પર આરામ આપવામાં આવ્યો છે. બોર્ડે તેના સ્થાને અન્ય કોઈ ખેલાડીને ટીમમાં સામેલ કર્યો નથી. તેનો મતલબ છે કે હવે ભારતના પ્રવાસ પર બાંગ્લાદેશની ૧૫ની જગ્યાએ ૧૪ સભ્યોની ટીમ આવશે.’
બાંગ્લાદેશ ભારતના પ્રવાસ પર ત્રણ મેચોની ટી૨૦ સિરીઝ બાદ બે મેચોની ટેસ્ટ સિરીઝ રમશે. જેની શરૂઆત ૧૪ નવેમ્બરથી થશે. બંન્ને ટીમો ૧૪ નવેમ્બરથી ઈન્દોરમાં પ્રથમ ટેસ્ટ અને ૨૨ નવેમ્બરથી કોલકત્તામાં બીજી ટેસ્ટ મેચ રમશે. બાંગ્લાદેશે હજુ ટી૨૦ ટીમની જાહેરાત કરી નથી.

Related posts

આઈપીએલ ૨૦૨૧માં હાર્દિક પંડ્યા ટી-૨૦ વર્લ્ડ કપ નહીં રમે

Charotar Sandesh

વિરોધી ટીમના ખેલાડીઓએ મારી આંગળી કાપી નાંખવાની ધમકી આપી હતી : આર.અશ્વિન

Charotar Sandesh

બીસીસીઆઈએ કોહલીનો નેટ પ્રેકટીશ દરમ્યાન બેટીંગ અભ્યાસ કરતો વિડીયો શેર કર્યો

Charotar Sandesh