USA : અમેરિકાની કોંગ્રેસે ટિકટોક સહિત ૫૯ ચાઈનીઝ એપ્સ બેન કરવાના ભારતના સરકારના નિર્ણયનો યોગ્ય ગણાવ્યો છે. સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્ર લખીને અમેરિકાને પણ વહેલી તકે ચાઈનીઝ એપ, વેબસાઈટની વિરુદ્ધ પગલા લેવાની અપીલ કરી છે.
કોંગ્રેસે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંલગ્ન ટિકટોક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવા માટે સરકારને પત્ર લખ્યો છે. પત્રમાં સાંસદોએ જણાવ્યું છે કે, આ લોકપ્રિય એપ્સની ડેટા એકત્ર કરવાન પ્રક્રિયામાં ચીનના કડક સાઈબર કાયદા સાથે સંલગ્ન છે. તેમાં ચીનનમાં કામ કરી રહેલી તમામ કંપનીઓ જેમાં ટિકટોકની મૂળ કંપની બાયટેડાંસ પણ સામેલ છે, તેમને સીસીપી અધિકારીઓની સાથે ઉપભોક્તાના ડેટા શેર કરવા પડે છે. આ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ છે.
સાંસદોએ ટ્રમ્પ સરકારને લખ્યું છે કે, અમે સરકારને અમેરિકાના લોકોની ગોપનિયતા અને સુરક્ષાની રક્ષા કરવા માટે નિર્ણયાક કાર્યવાહી કરવાની અપીલ કરીએ છીએ. નોંધનીય છે કે, વ્હાઈટ હાઉસે બુધવારે સંકેત આપ્યા હતા કે તેઓ ટિકટોક સહિત ચાઈનીઝ મોબાઈલ એપ્સ પર કોઈ નિર્ણય મહિનામાં નહીં પરંતુ અઠવાડિયામાં લઈ શકાય છે.
- Naren Patel