ચીનનું જહાજ શી યાન-૧એ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યુ હતુ…
ચેન્નાઇ : ભારતીય નેવીએ મંગળવારે પોર્ટ બ્લેયર પાસે રિસર્ચ માટે જોવા મળેલી એક શંકાસ્પદ ચીની શીપનો પીછો કરેની તેને ભારતીય સમુદ્ર સરહદની બહાર ભગાડ્યાં હતા. નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે ચીનનું જહાજ શી યાન ૧એ મંજૂરી વગર ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરતાં પાછું મોકલ્યું હતું. ઇન્ડિયન નેવીના એન્ટી પાયરેસી મિશનની સફળતા અંગે તેમણે કહ્યું કે આ મિશનમાં ૧૨૦ સમુદ્રી લૂટેરાઓને પકડ્યા અને પાઇરેસીના ૪૪ કેસ સામે આવ્યા.
ચીનના જહાજ શી યાન ૧ને ભારત દ્વારા પાછું મોકલવાના પ્રશ્નનો પણ નૌસેના પ્રમુખે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે શી યાન ૧ને ભારતીય ક્ષેત્રમાં આવતા પાણીથી પાછું મોકલી દીધું છે. અમારું સ્ટેન્ડ એ મુદ્દા પર સ્પષ્ટ છે કે જો કોઇ પણ દેશનું જહાજ અમારા અધિકાર ક્ષેત્રવાળા ઇકોનોમિક ઝોનમાં આવે છે તો તેને અગાઉ મંજૂરી લેવી પડશે.
ભારતીય નૌસેના પ્રમુખે સતત નેવી બજેટ ઘટાડવા પર ચિંતા વ્યકત કરી. તેમણે કહ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ડિફેન્સ બજેટમાં નૌસેનાનો હિસ્સો સતત ઘટી રહ્યો છે. ૨૦૧૨મા આ ૧૮% હતો જે ૨૦૧૮મા ઘટી માત્ર ૧૨% રહ્યો. તેમણે કહ્યું કે હિન્દ મહાસાગરમાં ચીન પોતાની હાજરી સતત વધારી રહ્યું છે. ભારતીય નૌસેના આવા દરેક પગલાં પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે.
નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહે કહ્યું કે ચીન અને પાકિસ્તાનને ઉત્તરી અરબ સાગરમાં નૌસેનાના સંયુકત સૈન્ય અભ્યા પ્રસ્તાવિત છે. અમે તેના પર નજર બનાવી રાખી છે. આ સંયુકત સૈન્ય અભ્યાસ માટે તેને ભારતના ક્ષેત્રમાં આવનાર હિન્દ મહાસાગર પરથી જ પસાર થવું પડશે. નૌસેનાની તાકત પર જોર આપતા નેવી ચીફે કહ્યું કે અલકાયદા અને બીજા આતંકી સંગઠનોની સમુદ્રી ગતિવિધિને જોતા અમે સુરક્ષાના ઉપાય અપનાવી રહ્યા છીએ.