Charotar Sandesh
ઈન્ડિયા

ભારતમાં કોરોના વાયરસની એન્ટ્રી..?, દિલ્હીમાં ૩, કેરળમાં ૫ લોકો શંકાસ્પદ…

તમામને હોસ્પિટલોમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા,ભારતમાં ફફડાટ

મ્યાનમારમાં ભારતની સીમા પર સ્ક્રીનિંગ ડિવાઈસ લગાવાઈ, ૨૫૦ ભારતીયો ચીનના વુહાન શહેરમાં ફસાયા,એર ઈન્ડિયાના ખાસ વિમાનથી ભારત લાવવાની કવાયત શરૂ

ન્યુ દિલ્હી : દિલ્હીમાં મંગળવારે કોરોના વાયરસના ઈન્ફેક્શનની શંકાએ ત્રણ લોકોને રામ મનોહર લોહિયા હોસ્પિટલ (આરએમએલ)માં દાખલ કરવામાં આવ્યા છે. તેમના બ્લડ સેમ્પલને તપાસ માટે નેશનલ સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ (એનસીડીસી) મોકલવામાં આવ્યા છે. જ્યારે કેરળના તિરુવંતપુરમ, એર્નાકુલમ અને ત્રિસુરમાં પાંચ લોકોને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. ૪૩૧ અન્ય યુવકોને તેમના ઘરમાં જ ઓબ્ઝર્વેશનાં રાખીને સારવાર કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના એક સીનિયર ઓફિસરે મંગળવારે જણાવ્યું છે કે, તાજેતરમાં જ ચીનથી પરત આવેલા છ યુવકોને ઈન્ફેક્શનની શંકા પછી પુણે અને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હોસ્પિટલનાં અધિક્ષક ડો.મીનાક્ષી ભારદ્વાજે જણાવ્યું કે, દર્દીઓને સારવાર માટે અલગ રાખવામાં આવ્યા છે. આ પહેલા મુંબઈ, જયપુર અને બિહારની એક યુવતીમાં પણ આ વાયરસનાં સંકેતો જોવા મળ્યા છે. ચીનથી બિહાર પરત આવેલી એક યુવતીને પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં (પીએમસીએચ) દાખલ કરવામાં આવી છે. યુવતી બિહારનાં છપરાની છે અને હાલમાં જ ચીનથી પરત આવી છે.

મળતી માહિતી મુજબ ચીનથી પરત ફર્યા બાદ બિહારની આ મહિલા બીમાર થઈ ગઈ હતી. અગાઉ તેને છપરાની એક હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાઇ હતી. સારવાર દરમિયાન, સ્થાનિક ડોકટરોએ શોધી કાઠ્યું કે સ્ત્રીનાં રોગનાં લક્ષણો કોરોના વાયરસ જેવા જ છે. આ પછી, છોકરીને પટનામાં પીએમસીએચ રિફર કરવામાં આવી હતી. ડોક્ટરોનું કહેવું છે કે મહિલાની તપાસ કરવામાં આવી રહી છે.

મ્યાનમારમાં ભારત સાથે જોડાયેલી સીમા પર કોરોનાવાયરસ સ્ક્રીનિંગ લગાવાવમાં આવી છે. મ્યાનમારના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે, ભારતીય નાગરિકોના સ્ક્રીનિંગ માટે સીમા પર ઈન્ફેક્શન તપાસવા માટે એક ડિવાઈસ લગાવવામાં આવી છે. મણિપુરના મોરેહ દ્વારા લોકો મ્યાનમારમાં પ્રવેશ કરી રહ્યા છે. મોરેહ ભારત અને મ્યાનમાર વચ્ચે વેપારનું એક મુખ્ય કેન્દ્ર છે. અધિકારીઓએ કહ્યું કે, ભારતીય નાગરિકોએ વેપાર માટે રોજ મ્યાનમારમાં ૧૬ કિમી અંદર જવાની મંજૂરી આપવામાં આવી છે.

આ બાજુ ચીની સરકારે વુહાન કોરોના વાઈરસના ચેપને રોકવા માટે વુહાન જવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધા છે. પરંતુ નિર્ણયના કારણે લગભગ ૨૫૦ ભારતીયો વુહાન શહેરમાં ફસાયેલા છે. હવે આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે આ ભારતીયોને બહાર કાઢવાની કવાયત શરૂ કરી દીધી છે. વિદેશ મંત્રાલયે ભારતીયોના વાપસી માટે રોડમેપ તૈયાર કરી લીધો છે. વિદેશ મંત્રાલય પાસેથી મળેલી જાણકારી મુજબ ૨૫૦ ભારતીયોને વુહાન શહેરમાંથી બહાર કાઢવા માટે ચીની સરકાર સાથે વાતચીત ચાલુ છે. આ માટે એર ઈન્ડિયાનું એક ખાસ વિમાન ચીન મોકલાશે. જો કે હજુ સુધી ચીની સરકારે ભારતીય નાગરિકોને કાઢવા માટે અધિકૃત મંજૂરી આપી નથી.

Related posts

કંગના લોકો સામે રોઈ કરગરીને પોતાની દર્દભરી કહાની સંભળાવી રહી છેઃ ઋત્વીક

Charotar Sandesh

દેશ આર્થિક મંદીના ખપ્પરમાં : ભાજપ-કોંગ્રેસ માલામાલ… આવકમાં ધરખમ વધારો…

Charotar Sandesh

રાહુલ ગાંધીએ યુટ્યુબ પર શેર કરી ડોક્યુમેન્ટ્રી, પ્રવાસી મજૂરોનું દર્દ છલકાયું…

Charotar Sandesh