ભારતના મોટા બિઝનેસમેન નેસ વાડિયાને જાપાનમાં બે વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જાપાનની ડિસ્ટ્રિક કોર્ટે વાડિયાને સજા સંભળાવી છે. તેને ડ્રગ્સ રાખવાના આરોપમાં આ સજા સંભળાવવામાં આવી છે. વાડિયાના ખિસ્સામાંથી લગભગ 25 ગ્રામ કેનેબિસ રેજિન ડ્રગ્સ મળ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
ફાઇનાન્શિયલ ટાઇમ્સના એક રિપોર્ટ મુજબ કસ્ટમ ઓફિસરે સ્નિફર ડોગ્સની મદદથી વાડિયાને એરપોર્ટ પર ડ્રગ્સ સાથે રંગે હાથે ઝડપ્યો હતો, ત્યાર બાદ વાડિયાની જાપાનના નાર્કોટિક્સ કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ બાદ કોર્ટમાં સુનાવણી થઇ હતી, જેમાં તેને 2 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.નેસ, વાડિયા ગ્રુપના ચેરમેન નુસ્લી વાડિયાનો દીકરો છે. બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને ગો એર જેવી કંપનીનો તે માલિક છે. ગ્રુપની કંપનીઓની કુલ વેલ્યુ 13.1 અબજ ડોલર એટલે કે લગભગ 91700 કરોડ રૂપિયા છે.