Charotar Sandesh
વર્લ્ડ

ભારતીય મૂળના અમેરિકન ભવ્યા લાલ નાસાના કાર્યકારી પ્રમુખ બન્યા…

USA : ભારતીય મૂળનાં અમેરિકન ભવ્યા લાલને અમેરિકન સ્પેસ એજન્સી નાસાનાં એક્ટિંગ ચીફ ઓફ સ્ટાફ એટલે કે કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરાયાં છે. રાષ્ટ્રપતિ જો બાઈડન સ્પેસ એજન્સીમાં કેટલાક ફેરફાર અને સમીક્ષા કરવા માગે છે, આથી તેમણે ભવ્યાને આ મહત્ત્વની જવાબદારી આપી છે. ભવ્યા મૂળભૂત રીતે સ્પેસ સાયન્ટિસ્ટ છે. તેઓ બાઈડનની ટ્રાન્ઝિશન ટીમમાં પણ રહી ચૂક્યાં છે.
સોમવારે રાતે નાસાએ એક નિવેદનમાં કહ્યું- ભવ્યા દરેક રીતે આ પદ માટે કાબેલ છે. તેમની પાસે એન્જિનિયરિંગ અને સ્પેસ ટેકનોલોજીનો અનુભવ છે. તેઓ ૨૦૦૫થી ૨૦૨૦ સુધી સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલિસી ઈન્સ્ટિટ્યૂટના ડિફેન્સ એનેલિસિસ વિંગમાં મેમ્બર અને રિસર્ચર રહ્યાં છે.
નિવેદનમાં આગળ કહેવાયું છે-સ્પેસ ટેકનોલોજી, સ્પેસ સ્ટ્રેટેજી એન્ડ પોલિસીમાં ખાસ્સો અનુભવ હોવાની સાથે તેમણે વ્હાઈટ હાઉસમાં પોલિસી અને નેશનલ સ્પેસ કાઉન્સિલમાં પણ કામ કર્યું છે. લાલ માત્ર ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સની જ નહીં, પણ સ્પેસ ઈન્ટેલિજન્સ કમ્યુનિટીની પણ ઊંડી જાણકારી ધરાવે છે.

  • Nilesh Patel

Related posts

હાઉડી મોદી / ટ્રમ્પે કહ્યું-મોદી અમેરિકાના સૌથી ખાસ મિત્ર, મોદીએ કહ્યું-હું પ્રેસિડેન્ટ ટ્રમ્પના નેતૃત્વનો પ્રશંસક…

Charotar Sandesh

વ્હાઇટ હાઉસે ટિ્‌વટર હેન્ડલ પરથી મોદી સહિત છ ટિ્‌વટર હેન્ડલને અનફોલો કર્યા…

Charotar Sandesh

USA : હવે અમેરિકાએ વર્ક વિઝામાં ઈન્ટરવ્યુમાંથી મુક્તિ મળશે

Charotar Sandesh