કેનેડા અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આયર્લેન્ડ સહિતના દેશોમાં પણ મહત્વના સ્થાનો ઉપર પસંદગી…
લંડન : વિદેશોમાં ભારતીય મૂળના આગેવાનોનો દબદબો છેલ્લા થોડા વર્ષો દરમિયાન વધી રહ્યો છે. જે મુજબ તાજેતરમાં યુ.કે.ના નવનિયુક્ત પ્રાઇમ મિનીસ્ટર બોરીસ જોન્સનની કેબિનેટમાં ભારતીય મૂળના ૩ ઓગેવાનોએ સ્થાન મેળવ્યું છે. ઉપરાંત કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ,આયર્લેન્ડ, સહિતના દેશોમાં પણ ભારતીય મૂળના આગેવાનોની મહત્વના સ્થાનો ઉપર છેલ્લા થોડા વર્ષો દરમિયાન પસંદગી થઇ છે. આમ ભારતીયો વિદેશોમાં પણ વતનનું ગૌરવ વધારી રહ્યા હોવાનું જાણવા મળે છે.
- Nilesh Patel