ઇન્ડયન આર્મીના યુનિફોર્મને વધારે સ્માર્ટ અને વધારે સુવિધાજનક બનાવવાની તૈયારી ચાલી રહી છે. આર્મી યુનિફોર્મમાં કેવા ફેરફાર થઇ શકે છે એ માટે આર્મી હેડક્વાર્ટરે ફિલ્ડમાં તૈનાત આર્મી કમાન્ડ અને આર્મી ઓફિસર્સને સુચન આપવાનું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આર્મી હેડક્વાર્ટર તરફથી સેના ભવનના લગભગ ૧૧ નિર્દેશાલયોને પણ પત્ર મોકલીને અભિપ્રાય જણાવવા કહેવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આર્મી હેડક્વાર્ટરમાં સીનિયર અધિકારીઓ વચ્ચે ચર્ચા થઇ છે કે આર્મી યુનિફોર્મને વધારે સ્માર્ટ અને કમ્ફર્ટેબલ બનાવવા જાઇએ. એવો સુઝાવ પણ છે કે જે રીતે કેટલાંક દેશોના આર્મીના યુનિફોર્મમાં શર્ટ અને પેન્ટ જુદાં જુદાં રંગના હોય છે એવું અહીંયા પણ થઇ શકે છે. ઇÂન્ડયન આર્મીના યુનિફોર્મમાં રેન્ક ખભા પર લાગેલા નિશાનો દ્વારા જાણી શકાય છે. જ્યારે અમેરિકા અને બ્રિટનની આર્મીમાં રેન્ક સામે છાતી પર જડેલા પ્રતિકો દ્વારા જાણી શકાય છે. તો ઇન્ડયન આર્મીના યુનિફોર્મમાં પણ આવા બદલાવ કરી શકાય છે.
ઇન્ડયન આર્મીના સીનિયર અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલ આર્મીમાં ૯ પ્રકારના યુનિફોર્મ છે જેમને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યાં છે. પહેલી કેટેગરી કોમ્બેટ યુનિફોર્મની છે. બીજી સેરિમોનિયલ યુનિફોર્મની, ત્રીજી કેટેગરી પીસ ટાઇમ યુનિફોર્મની અને ચોથી કેટેગરી મેસ યુનિફોર્મની છે. તમામ પ્રકારના યુનિફોર્મમાં ઉનાળાના અને શિયાળાના જુદાં જુદાં યુનિફોર્મ સામેલ છે.