રાષ્ટÙીય સુરક્ષાને મામલે ચૂંટણી ન લડાવી જાઇએ એવી વિરોધ પક્ષની દલીલને ફગાવતા નાણાં પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે દેશ માટે લાંબે ગાળે રાષ્ટÙીય સુરક્ષા અને ત્રાસવાદ મહ¥વના મુદ્દાઓ છે કે જેનો સામનો ભારતે કરવાનો છે, જ્યારે અન્ય પડકારોનો ટૂંક સમયમાં ઉકેલ આવી શકે એમ છે.
ભારત સામે સૌથી મોટો પડકાર જમ્મુ અને કાશ્મીર તથા ત્રાસવાદ છે કારણ એ દેશની સ્વતંત્રતાને અસર કરે છે. જેટલીએ ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારતનો વિરોધ પક્ષ એવી દલીલ કરી રહ્યો છે કે ચૂંટણી રાષ્ટÙીય સુરક્ષાના મુદ્દે નહીં, પણ ખરાં મુદ્દે લડવી જાઇએ. મારા મતે દેશ માટે લાંબે ગાળે રાષ્ટÙીય સુરક્ષા અને ત્રાસવાદ મહ¥વના મુદ્દાઓ છે. અન્ય બધા જ પડકારોનો ટૂંક સમયમાં ઉકેલ આવી શકે એમ છે.
આ લેખનું મથાળુ એમણે ‘જમ્મુ અને કાશ્મીર, અને ત્રાસવાદનો નવી રીતે સામનો શા માટે મુખ્ય રાજકીય મુદ્દો રહેશે.’ આપ્યું હતું. વિરોધ પક્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પુલવામામાં સીઆરપીએફના ૪૦ જવાનના મોત અને ભારતીય વાયુ સેનાના પાકિસ્તાનના બાલાકોટમાં વળતા પ્રહારનો રાજકીય પ્રચાર કરવાનો આક્ષેપ કર્યો હતો.
અનેક ભૂતપૂર્વ સેનાધ્યક્ષ અને સૈન્યના ભૂતપૂર્વ અધિકારીએ રાષ્ટÙપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને સેનાની બહાદુરીનો જશ રાજકીય નેતાઓ ખાટી રહ્યા હોવા બાબતે ચિંતા પ્રગટ કરી હતી.