Charotar Sandesh
વર્લ્ડ

ભારત-ચીન બૉર્ડર પર સ્થિતિ ખરાબ, અમે મદદ માટે તૈયાર : ટ્રમ્પ

મોદી મારા ઘણા સારા મિત્ર છે, ભારતીય-અમેરિકન મને જરૂર મત આપશે

મોદી સારા મિત્ર, સારા વ્યક્તિ અને સારી રીતે કામ કરનારા રાજનેતા છે

USA : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન સીમા વિવાદને જોખમી ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે, બંને દેશો વચ્ચે સીમા પર સ્થિતિ ખૂબ ખરાબ છે અને ચીન તે વિવાદ વધારી રહ્યો છે. હું આ મુદ્દે બંને દેશોની મદદ કરવા માંગુ છું. આ મુદ્દે ભારત અને ચીન સાથે પણ વાતચીત કરવામાં આવી રહી છે.
વડાપ્રધાન મોદીના વખાણ કરતાં ટ્રમ્પે કહ્યું- નરેન્દ્ર મોદી મારા ઘણાં સારા મિત્ર છે. તેઓ શાનદાર રીતે કામ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મને ભારતીય મૂળના લોકોનું સંપૂર્ણ સમર્થન મળશે.
વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું- ભારત અને ચીન સીમા વિવાદ જોખમી સ્થિતિમાં પહોંચી ગયો છે. ચીન આ તણાવ વધારી રહ્યો છે. પરંતુ અમે ઈચ્છીએ છીએ કે આ વિવાદનો ઉકેલ આવે. હું તેમાં મદદ કરવા તૈયાર છું. અમે બંને દેશોના સંપર્કમાં છીએ. જો આ વિવાદનો ઉકેલ લાવવા માટે અમે કઈ કરી શકીએ એમ હોઈએ તો અમે હંમેશા તૈયાર છીએ. જ્યારે ટ્રમ્પને એવું પુછવામાં આવ્યું કે, શું ચીન ભારતને ધમકાવે છે? ત્યારે ટ્રમ્પે કહ્યું- એવું ચોક્કસ હોઈ શકે છે.
ટ્રમ્પે વડાપ્રધાન મોદી વિશે પૂછવામાં આવેલા એક સવાલમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી મારા મિત્ર છે અને તેઓ એક શાનદાર નેતા છે. તેઓ મુશ્કેલ સમયમાં પણ ખુબ સરસ રીતે કામ કરી રહ્યા છે. મોદી માત્ર નેતા જ નહીં એક સારા વ્યક્તિ પણ છે. ફેબ્રુઆરીમાં ભારત પ્રવાસનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે કહ્યું કે, તે ખૂબ સારી મુલાકાત હતી, ભારતના લોકો ખુબ સારા છે.
ટ્રમ્પે મોદીના હ્યુસ્ટન હાઉડી મોદી કાર્યક્રમના પણ વખાણ કર્યા હતા. કહ્યું હતું કે, ભારત અને વડાપ્રધાન મોદી પાસેથી અમને ઘણો સપોર્ટ મળ્યો છે. મને વિશ્વાસ છે કે, ચૂંટણીમાં ભારતી મૂળના લોકો ટ્રમ્પને જ વોટ આપશે.

  • Nilesh Patel

Related posts

વોશિંગ્ટનમાં જૈનોમાં ઉત્સાહનો માહોલ : પ્રથમ શિખરબંધી જૈન દેરાસરનો શિલાન્યાસ મહોત્સવ…

Charotar Sandesh

દુનિયામાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ : WHO

Charotar Sandesh

ટ્રમ્પની સહયોગી રહેલ સ્ટેફની ગ્રીષમ વ્હાઇટ હાઉસની નવી પ્રેસ સેક્રેટરી બનશે

Charotar Sandesh