હિલ્લર શાહાબાદથી બનીહાલ પહોંચવા માટે સાંસદે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી…
તમામ યાત્રીઓ સુરિક્ષત છે, અને ચિંતા કરવા જેવું કાંઈ નથી : કલેક્ટર આર. જી. ગોહિલ
આણંદ : વૈષ્ણોદેવી યાત્રા કરવા માટે ગયેલા 180 જેટલા ગુજરાતીઓ ફસાયા છે. આ તમામ ગુજરાતીઓ ખેડા અને આણંદ જિલ્લાના છે. મહત્વનું છે કે, જમ્મુમાં ભારે બરફવર્ષા થવાના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. જેને કારણે પ્રવાસીઓ ફસાયા છે. છેલ્લા 2 દિવસથી પ્રવાસીઓ ફસાયા છે. લેન્ડસ્લાઇન્ડિંગને કારણે હાઇવે બંધ કરવામાં આવ્યો છે. કાઝીગંડ અને જવાહર ટનલ વચ્ચે પ્રવાસીઓની બસ ફસાઈ છે. પ્રવાસીઓની 5 બસ ફસાઈ છે.
મળતી વિગતો અનુસાર વૈષ્ણોદેવી અને ઉત્તરાખંડમાં થયેલી ભારે હિમવર્ષાને પગલે-પગલે ચારેબાજુ બરફની ચાદર ફેલાયેલી જોવા મળી રહી છે જેને લઈને અવાર-નવાર લેન્ડસ્લાઈડ થતી હોય હાઈ-વેને બંધ કરવાની ફરજ પડી છે.
બરફવર્ષોન કારણે રસ્તો બંધ થઈ જવા પામ્યો છે જેને લઈને આણંદ અને ખેડા જિલ્લામાંથી વૈષ્ણોદેવી યાત્રાએ ગયેલા ૧૮૦ જેટલા મુસાફરો ભરેલી બસ કાઝીગંડ અને જવાહર ટનલ વચ્ચે ફસાઈ જવા પામી છે. તેમની સાથે અન્ય પાંચ બસો પણ ફસાયેલી છે. આ સમાચાર ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને મળતાં જ તેઓએ તુરંત જ જમ્મુ પ્રસાશનનો સંપર્ક કરીને મદદ પહોંચાડવાની અપીલ કરતાં જ એક સ્પેશ્યલ ટ્રેન મોકવામાં આવી છે અને તમામ મુસાફરોને ત્યાંથી બનીહાલ લઈ જવામાં આવી રહ્યા છે. આણંદના જિલ્લા કલેક્ટર આર. જી. ગોહિલનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતુ કે, તમામ મુસાફરો સલામત છે અને તેઓને સ્પેશ્યલ ટ્રેન મારફતે સલામત જગ્યાએ ખસેડાઈ રહ્યા છે. ચિંતા કરવા જેવું કાંઈ નથી. આણંદ જિલ્લાના કયા-કયા શહેર અને ગામોના યાત્રાળુઓ છે તે અંગે માહિતી એકત્ર કરાઈ રહી છે.