ભુજ : સ્થાનિક સ્વરાજ ચૂંટણી લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આજે ભુજ ખાતે સરપંચો સાથે સંવાદ અને પેજ કમિટી કાર્ડ વિતરણ કાર્યકમમાં ઉપસ્થિત રહ્યા હતા. ભુજ ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો ખુલ્લી જીપમાં રોડ શો યોજી ઢોલ નગારા સાથે રાસમંડળી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પાટીલે કોંગ્રેસ પર આકરાં પ્રહારો કર્યા હતા.
અને કહ્યું હતું કે, કોંગ્રેસમાં પૈસા આપે તેને જ ટિકિટ આપવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ ચૂંટણી લઈને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા તૈયારીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલ ભુજ ખાતે આયોજિત સરપંચ સંવાદ અને પેજ કમિટી કાર્ડ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાંથી આવેલાં સરપંચો સાથે સીઆર પાટીલે સીધો સંવાદ કર્યો હતો. પ્રદેશ પ્રમુખે કોંગ્રેસ આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસના સમયમાં સરપંચ બિચારો હતો. આજે સરપંચ પાસે સૌથી વધારે સત્તા અને ગ્રાન્ટ મળતી થઈ છે. સાથે જ કેન્દ્ર સરકાર વિવિધ યોજના અંગે લોકો જાણકાર થાય તે માટે સરપંચો કેન્દ્ર અને રાજય સરકારની ૪૭૫ જેટલી યોજવા વિશે માહિતી આપી હતી.
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે પેજ કમિટીના કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. પેજ કમિટી કામગીરી કારણે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભવ્ય વિજય થશે સાથે જ કોંગ્રેસ ઉમેદવાર સૌથી વધારે ડિપોઝીટ જમા થવાનો ગુજરાત રેકોર્ડ બનશે. સાથે જ સીઆર પાટીલે કહ્યું કે કોંગેસમાંથી કોઈપણ વ્યક્તિ લેવામાં નહીં આવે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ કોંગ્રેસ આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસમાં પેસા આપે તેને ટીકીટ આપવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીમાં સરકારી યોજના લોકો સુધી પહોંચાડે તેવા કાર્યકરોને ટિકીટ આપે છે. આજ ભાજપ અને કોંગ્રેસમાં ફરક છે. અમે અમારા કાર્યકરોની મહેનત અને પેજ કમિટીની કામગીરી આધારે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભવ્ય જીત મેળવીશું.