મુંબઇ : ટીવી સીરિયલ હમ પાંચથી બોલિવૂડમાં મિશન મંગલ સુધીની સફરમાંથી પસાર થઈ ચૂકેલી અભિનેત્રી વિદ્યા બાલન બોલિવૂડની એક ટોપ અભિનેત્રીમાંથી એક છે. તેણે હાલમાં જ ઈચ્છા વ્યક્ત કરી છે કે તેને મેલ એક્ટર કરતાં વધારે ઓપનિંગ જોઈએ છે. એમાં ખાસ કરીને ત્રણેય ખાનની ફિલ્મો કરતાં તો વધારે ઓપનિંગ મેળવવાની ઈચ્છા છે. જો કે હાલમાં જે પરિસ્થિતિ છે એનાથી પણ વિદ્યા બાલન ઘણી ખુશ છે.
વિદ્યા બાલને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મારે પુરુષ કલાકાર કરતાં વધારે ઓપનિંગ જોઈએ છે. હું લાલચી છું. મારુ માનવું છે કે હાલમાં હિન્દી સિનેમામાં દિલચસ્પ દોર ચાલી રહ્યો છે. આ દશકને લઈને હું ઘણી ઉત્સાહિત છું. વિદ્યાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું કે, ૪૧ વર્ષીય મહિલા કલાકાર હોવાના નાતે મને એવા પ્રકારની ફિલ્મો મળી રહી છે કે હું ચિંતિત છું. જો કે વિદ્યાને તેની અમુક ફિલ્મોએ સારુ પ્રદર્શન કર્યું એનો રાજીપો પણ છે. જેમ કે, ડર્ટી પિક્ચર, કહાની, તુમ્હારી સુલુ, પરિણીતા, લગે રહો મુન્નાભાઈ વેગેરે
વિદ્યાની હાલની ફિલ્મ મિશન મંગલ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યા એક જ એવી અભિનેત્રી છે કે જેની ફિલ્મો સારું ઓપનિંગ કરે છે. વિદ્યા બાલનને ત્રણેય ખાન અને અક્ષય કુમાર કરતાં પણ વધારે ઓપનિંગ મળે છે. આ વર્ષે ફિલ્મ શકુંતલા દેવીમાં વિદ્યા બાલન જોવા મળશે કે જે મે મહિનામાં રીલિઝ થવાની છે.