Charotar Sandesh
ઈન્ડિયા

મમતા બેનર્જીની ચેલેન્જ : પશ્ચિમ બંગાળમાં ભાજપ ૩૦ બેઠક જીતી બતાવે…

પ.બંગાળમાં મમતા બેનર્જીએ પદયાત્રા નીકાળી રેલી સબોધી…

બંગળી સંસ્કૃતિ ખત્મ કરવાનુ કાવતરૂ, કયારેક તે ટાગોર બનવા માંગે છે તો ક્યારેક ગાંધીજી, મમતા બેનરજીએ પીએમ મોદીને માર્યો ટોણો…

બીરભૂમ : પશ્ચિમ બંગાળના બીરભૂમમાં મંગળવારના ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ પદયાત્રા નીકાળી અને પછી રેલીને સંબોધિત કરી. મમતાએ અહીં બીજેપીને ચેલેન્જ આપી કે ૩૦ સીટો જીતીને બતાવે અને પછી ૨૯૪નું સપનું દેખે. મમતા બેનર્જીએ કહ્યું કે, હવે બીજેપીવાળા દર અઠવાડિયે આવે છે, ફાઇવ સ્ટારનું ભોજન જમે છે અને એવું બતાવે છે કે જાણે આદિવાસીઓ સાથે જમે છે. અમે ૩૬૫ દિવસ ગરૂદેવ રવીન્દ્ર નાથ ટાગોરની સાથે છીએ, પરંતુ બીજેપી દરરોજ ખોટો વિડીયો બનાવીને સમાજને વહેંચવાનું કામ કરી રહી છે.
મમતા બેનર્જી તરફથી પીએમ મોદી પર પણ કટાક્ષ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે, કોઈકે નવું રૂપ ધારણ કર્યું છે. ક્યારેક તે ટાગોર બનવા ઇચ્છે છે, તો ક્યારેક ગાંધીજી. બીજેપીવાળા કેન્દ્રીય એજન્સીઓ અને પૈસાનો ઉપયોગ કરીને બંગાળમાં ઘુસવા ઇચ્છે છે. મમતાએ બીજેપીને ચેલેન્જ આપતા કહ્યું કે, તે પહેલા ૩૦ સીટો જીતીને બતાવે, ૨૯૪નું સપનું પછી જોવે. ખેડૂતોના મુદ્દા પર પણ મમતા બેનર્જીએ બીજેપીને ઘેર્યું છે.
મમતા બેનર્જીએ દિલ્હીથી બીજેપીના નેતા આવે છે, જેમને ગુરૂદેવ વિશે કંઇ ખબર નથી. કહે છે કે તેઓ શાંતિનિકેતનમાં પેદા થયા. મમતાએ આરોપ લગાવ્યો કે, આજે વિશ્વ ભારતી યૂનિવર્સિટીને રાજનીતિમાં ધકેલવામાં આવી રહી છે. બંગાળમાં રાજનીતિને આશરો આપવામાં આવી રહ્યો છે, તે લોકો હિંદુ ધર્મને જ ખત્મ કરવા ઇચ્છી રહ્યા છે. બંગાળના સીએમે કહ્યું કે, ચૂંટણીથી પહેલા બીજેપી અહીં પૈસા ફેંકી રહી છે. જો તેઓ પૈસા આપે તો લઇ લો, પરંતુ વોટ અમને જ આપજો.
મમતાએ કહ્યું કે, બીજેપી હવે આપણા રાષ્ટ્રગીતમાં પણ બદલાવ કરવા ઇચ્છે છે, બંગાળના કલ્ચર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. તેમને લાગે છે કે કેટલાક ધારાસભ્યો ખરીદવાથી ટીએમસીને તોડી દેશે, પરંતુ આવું નહીં થાય. ઉલ્લેખનીય છે કે રેલીને સંબોધિત કરવાથી પહેલા મમતા બેનર્જીએ લગભગ ૫ કિમી લાંબી પદયાત્રા નીકાળી, જેમાં હજારો લોકોએ ભાગ લીધો. આ સ્થાન પર કેટલાક સમય પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ રૉડ શૉ કર્યો હતો.

Related posts

ન્યુઝ ફ્લેશ : વાંચો આજે સવારના સમાચાર એક ક્લીક ઉપર

Charotar Sandesh

આવતીકાલે દેશભરમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન : ચક્કાજામ કરશે…

Charotar Sandesh

આરબીઆઈ, રોકાણકારો ગભરાશો નહીં, તેવો સંકેત આપવા માંગે છે…

Charotar Sandesh