Charotar Sandesh
બોલિવૂડ

મલાઇકાથી અલગ થવું એક માત્ર રસ્તો હતોઃ અરબાઝ ખાન

મુંબઇ : અરબાઝ ખાન તથા મલાઈકા અરોરાએ લગ્નજીવનના ૧૯ વર્ષ બાદ વર્ષ ૨૦૧૭માં ડિવોર્સ લીધા હતાં. અરબાઝ-મલાઈકાના ડિવોર્સના નિર્ણયથી અનેક લોકોને નવાઈ લાગી હતી અને તેમાં પણ તેમના ચાહકોને આંચકો લાગ્યો હતો. અરબાઝ તથા મલાઈકા બોલિવૂડના બેસ્ટ કપલમાંથી એક હતાં. હાલમાં જ અરબાઝે મલાઈકા સાથેના ડિવોર્સ અંગે વાત કરી હતી.

ડિવોર્સ બાદ અરબાઝ તથા મલાઈકા પોત-પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. ડિવોર્સ બાદ પણ બંને એકબીજા સાથે ઘણી જ સહજતાથી વાતચીત કરે છે અને દીકાર અરહાન ખાન સાથે સમય પસાર કરે છે. અરબાઝે ડિવોર્સને લઈને કહ્યું હતું કે જ્યારે તમારે બાળક હોય ત્યારે આ પગલું ભરવું ઘણું જ મુશ્કેલ બની જાય છે પરંતુ આ જરૂરી હતું. કેટલાંક સંબંધો એક એવા તબક્કે પહોંચી જાય છે કે તેનાથી અલગ થવું એ જ એકમાત્ર રસ્તો હોય છે.
અરબાઝને પૂછવામાં આવ્યું કે ડિવોર્સની વાત પર તેના દીકરાનું રિએક્શન શું હતું? જેના જવાબમાં અરબાઝે કહ્યું હતું કે તે સમયે અરહાનની ઉંમર માત્ર ૧૨ વર્ષની હતી. તેને બધી જ ખબર હતી કે શું ચાલી રહ્યું છે. તેથી તેને વધુ સમજાવવાની જરૂર પડી નહોતી.

Related posts

કંગનાની નવરાત્રિ પોસ્ટ પર એક વકીલે કહ્યું-શહેરની વચ્ચે દુષ્કર્મ કરવો જોઇએ…

Charotar Sandesh

પ્રમોશન દરમિયાન આલિયાએ વરુણના સ્થાને રણબીર કપૂર બોલી નાખ્યું

Charotar Sandesh

ડાયરેક્ટરનો ઘટસ્ફોટ : ‘કબીર સિંહ’ બાદ શાહિદ કપૂરનાં તેવર બદલાયા…

Charotar Sandesh