ત્રણ સ્વાસ્થ્યકર્મીઓ સસ્પેન્ડ…
યવતમાલ : મહારાષ્ટ્રમાં ઘોર બેદરકારીનો એક કિસ્સો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના એક ગામમાં ૧૨ બાળકોને પોલિયાના બે ટીપાની જગ્યાએ સેનેટાઇઝરના ડ્રોપ આપી દીધા. જિલ્લાના એક અધિકારીએ કહ્યું કે પાંચ વર્ષથી નાની ઉંમરના ૧૨ બાળકોને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની તબિયત સ્થિર છે. આ ગંભીર બેદરકારી સામે આવતા તપાસ ૩ સ્વાસ્થ્યકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અધિકારીએ કહ્યું કે આ ઘટના કાપસિકોપરી ગામમાં ભાનબોરા પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર બની જ્યાં એકથી પાંચ વર્ષના બાળકો માટે રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ ચલાવામાં આવી રહ્યો છે. યવતમાલ જિલ્લા પરિષદના સીઇઓ શ્રીકૃષ્ણ પંચાલે કહ્યું કે પાંચ વર્ષથી નાની ઉંમરના ૧૨ બાળકોને પોલિયોના ટીપાની જગ્યાએ સેનેટાઇઝરના બે ટીપાં આપી દીધા. ત્યારબાદ બાળકોને ઉલટી અને બેચેની થવાની ફરિયાદ સામે આવી.
તેમણે કહ્યું કે જે બાળકોને સેનેટાઇઝરના બે ટીપાં આપવામાં આવ્યા હતા તેમણે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તમામ બાળકોની સ્થિતિ સ્થિર છે અને તેમના પર દેખરેખ રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે શરૂઆતમાં માહિતી મળ્યા બાદ ઘટના સમયે પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર એકડૉકટર, એક આંગણવાડી સેવિકા અને એક આશા કાર્યકર્તા હાજર હતા. તપાસ શરૂ કરાઇ અને ત્રણેય સ્વાસ્થ્યકર્મીઓને સસ્પેન્ડ કરાશે.