Charotar Sandesh
ઈન્ડિયા

મહારાષ્ટ્રમાં મતદાનના 48 કલાક પહેલા દારૂનું વેચાણ બંધ…

રાજ્યમાં દારૂના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ : તમામ દારૂની દુકાનો બંધ રહેશે…

મુંબઈ : વિધાનસભાની ચૂંટણી 2019 ને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર અને ગોવામાં ઘણા દિવસો સુધી દારૂનું વેચાણ બંધ રહેશે. 21 ઓક્ટોબરને સોમવારે રાજ્યમાં મતદાન યોજાશે. મતદાન થાય તે પહેલા મહારાષ્ટ્ર અને ગોવામાં 48 કલાક દારૂ પર પ્રતિબંધ હશે. ડ્રાઇ ડે 19 ઓક્ટોબરના રોજ સાંજે 6 વાગ્યાથી 21 ઓક્ટોબરના રોજ સાંજે 6 વાગ્યા સુધી અસરકારક રહેશે. આ પછી, મતગણતરીના દિવસે, 24 ઓક્ટોબર પણ ડ્રાય ડે . એટલે કે મતદાનના બે દિવસ પહેલા અને મતદાનના દિવસે રાજ્યમાં દારૂના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. એટ્લે કે 24 ઓક્ટોબરે પણ તમામ દારૂની દુકાનો બંધ રહેશે. રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ છે. નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ યોજવા માટે આદર્શ આચારસંહિતાનું પાલન કરવું જરૂરી છે.

આ સંદર્ભે, દારૂના વેચાણ પર દેખરેખ અને પ્રતિબંધ અંગે વિશેષ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે, તમામ દારૂના ઠેકેદારોને આ આદેશોનું પાલન સુનિશ્ચિત કરવા સુચના આપવામાં આવી છે. આદેશોનું ઉલ્લંઘન કરનાર સામે નિયમિત કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

વડાપ્રધાનના પંજાબ પ્રવાસ દરમિયાન વિરોધીઓએ રસ્તો બ્લોક કર્યો : ભાજપ કાર્યકર્તાઓમાં રોષ

Charotar Sandesh

અમિત શાહ રવિવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે…

Charotar Sandesh

ચીનનો હુમલો પહેલાથી પ્રી-પ્લાન હતો,કેન્દ્ર સરકાર સૂતી રહીઃ રાહુલ ગાંધી

Charotar Sandesh