Charotar Sandesh
ઈન્ડિયા

મહારાષ્ટ્ર ચૂંટણી : ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યું… આગામી ૫ વર્ષમાં ૧ કરોડ નોકરીઓનો વાયદો…

૫ વર્ષમાં ૧ કરોડ નોકરી,જ્યોતિબા ફૂલે-સાવરકરને ભારત રત્ન આપવાની માંગ..
નદીઓને જોડી મહારાષ્ટ્રને દુષ્કાળ મુક્ત બનાવશે, દરેક બેઘરને મકાન અપાશે…

મુંબઇ : ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તેમનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. સંકલ્પ પત્રમાં મહારાષ્ટ્રને દુષ્કાળ મુક્ત બનાવવાનો વાયદો કરવામાં આવ્યો છે. તે સાથે જ પાંચ વર્ષમાં એક કરોડ લોકોને નોકરી આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.
બીજેપીએ તેમના સંકલ્પ પત્રમાં વીર સાવરકરને ભારત રત્ન આપવાનો વાયદો પણ કર્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, તેમની સરકારે કેન્દ્ર સરકાર પાસે માંગણી કરે છે કે, વીર સાવરકરને ભારત રત્ન આપવામાં આવે . વીર સાવરકર સિવાય બીજેપીના સંકલ્પ પત્રમાં સાવિત્રી બાઈ ફુલે અને જ્યોતિ રાવ ફુલેને પણ ભારત રત્ન આપવાનો વાયદો કરવામાં આવ્યો છે.

સંકલ્પ પત્રમાં આ વાયદા…
* આગામી પાંચ વર્ષોમાં મહારાષ્ટ્રને દુષ્કાળ મુક્ત બનાવવામાં આવશે.
* પશ્ચિમથી આવતી નદીયોના પાણીને ગોદાવરીની ખીણથી અટકાવીને મરાઠાવાડ અને ઉત્તર મહારાષ્ટ્રથી દુષ્કાળગ્રસ્ત ભાગમાં પહોંચાડવામાં આવશે.
* મરાઠાવાડ વોટર ગ્રિડ મહત્વકાંક્ષી યોજનાઓના માધ્યમથી ૧૧ બંધને એકબીજા સાથે જોડીને સંપૂર્ણ મરાઠાવાડને પાઈપલાઈનથી પાણી આપવામાં આવશે.
* કૃષ્ણા કોયના અને અન્ય નદીયોમાં પૂરના કારણે વહી જતા વધારાના પાણીને પશ્ચિમ મહારાષ્ટ્રના સ્થાનિક દુષ્કાળ ગ્રસ્ત વિસ્તારમાં ડાયવર્ટ કરવામાં આવશે.
* આગામી ૫ વર્ષમાં કૃષિને લગતી વીજળીને સૌર ઉર્જા પર આધારિત કરી ખેડૂતોને દિવસમાં ૧૨ કલાકથી વધારે વીજળી આપવામાં આવશે.
* આવતા પાંચ વર્ષોમાં ૧ કરોડ નોકરીઓનું નિર્માણ કરવામાં આવશે. ૧ કરોડ પરિવારોને મહિલા બચત ગ્રૂપ સાથે જોડીને રોજગારીનો વિશેષ અવસર આપવામાં આવશે.
* ૨૦૨૨ સુધી દરેક ઘરને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવશે. મૂળભુત સુવિધાઓ માટે કેન્દ્ર સરકારના સહયોગથી ૫ લાખ કરોડનું રોકાણ કરવામાં આવશે.
* રાજ્યના દરેક સ્થાઈ રસ્તા અને દેખભાળ માટે સ્વતંત્ર તંત્રનું નિર્માણ કરવામાં આવશે અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના માધ્યથી દરેક વસાહતને રસ્તાઓ સાથે જોડવામાં આવશે.
* ભારત નેટ અને મહારાષ્ટ્ર નેટના માધ્યમથી સંપૂર્ણ મહારાષ્ટ્રને ઈન્ટરનેટ સાથે જોડવામાં આવશે. વડાપ્રધાન આયુષ્માન યોજના અને મહાત્મા ફુલે જન આરોગ્ય યોજનાથી કોઈ પણ વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.

Related posts

સરકારી બંગલા પર કબજો જમાવનારા નેતાઓ-અધિકારીઓને બહાર કાઢો : દિલ્હી હાઇકોર્ટે

Charotar Sandesh

ભારત-ચીન વિવાદ : વડાપ્રધાને ૧૯ જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી…

Charotar Sandesh

ચોમાસાંનો મહારાષ્ટ્રમાં પ્રવેશ, ૨-૩ દિવસમાં મુંબઇમાં વરસાદ આવશે…

Charotar Sandesh