સરકાર બનાવવાની જવાબદારી લેવા અમે તૈયાર, કૉંગ્રેસથી દુશ્મની નથી…
શિવસેનાએ ભાજપની તુલના હિટલર સાથે કરી, ભાજપ આવતીકાલ સુધી સરકાર બનાવવા માટે બહુમતી સાબિત કરે, નિષ્ફળ રહેશો તો શિવસેના તેના પ્લાન પર અમલ કરશે…
મુંબઇ : શિવસેનાએ સામનાના લેખમાં ભાજપની તુલના હિટલર સાથે કરી દીધી અને કહ્યુ કે પાંચ વર્ષ બીજાને ડરાવીને શાસન કરનારૂ ટોળુ આજે પોતે ભયમય છે. આ ઉલટો હુમલો થયો છે.
ડરાવીને પણ માર્ગ મળ્યો નહીં અને સમર્થન મળતુ નથી. આવુ જ્યારે થાય છે ત્યારે એક વાતનો સ્વીકાર કરવો જોઈએ કે હિટલર મરી ગયો છે અને ગુલામીનો પડછાયો હટી ગયો છે. પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓને આની આગળ તો ડર્યા વિના કામ કરવુ જોઈએ. આ પરિણામનો આ જ અર્થ છે. શિવસેનાએ સામનાના લેખમાં લખ્યુ છે કે મહારાષ્ટ્રની રાજનીતિ મહારાષ્ટ્રમાં જ થાય. મહારાષ્ટ્ર દિલ્હીનુ ગુલામ નથી. અહીંના નિર્ણયો અહીં જ થવા જોઈએ.
ચૂંટણી પરિણામ જાહેર થયાના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ફડણવીસના વખાણ કર્યા. ફડણવીસ જ બીજીવાર મુખ્યમંત્રી બનશે, આવા આર્શીવાદ આપ્યા પરંતુ ૧૫ દિવસ બાદ પણ શ્રી ફડણવીસ શપશ લઈ શક્યા નહીં કેમ કે અમિત શાહ રાજ્યની ઘટનાઓથી દૂર રહ્યા.
ભાજપ સોમવાર સુધી સરકાર બનાવવા માટે બહુમતી સાબિત ન કરી શકી તો શિવસેના તેમના પ્લાનનો અમલ કરશે. અમારા નેતા વેપારી નથી. ડીલ શબ્દનો અર્થ છે- વેપાર એટલે કે નફો-નુકસાન. અમે કોઈની સાથે કોઈ ડીલ કરી નથી.
રાવતે ફડણવિસનું નામ લીધા વગર જણાવ્યું કે, ‘જ્યારે ડર અને ધમકીથી રાજકીય સમર્થન નથી મળતું ત્યારે હિટલર મરી ગયો હોવાનું સ્વીકારીને ગુલામીના વાદળો વિરેખારઈ ગયા હોવાનું સ્વીકારી લેવું જોઈએ.’ શિવસેનાના મુખપત્ર સામનામાં ‘રોકટોક’ અંતર્ગત રાવતે ધારદાર કટાક્ષ કરતા જણાવ્યું કે, ફડણવિસને મુખ્યમંત્રી બનવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશિર્વાદ મળેલા છે તેમ છતા તે મહારાષ્ટ્રના સૌથી ઊંચા હોદ્દાને પામી શકતા નથી.
શિવસેના નેતાએ કહ્યું કે, જો ભાજપને ગવર્નરનું આમંત્રણ મળ્યું છે તો પછી શેની રાહ જોઇ રહ્યાં છે. બીજેપીને ૧૧ નવેમ્બર સુધી પોતાની વાત કરવાનું કહેવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ રાજ્યની દુશ્મન નથી, અમારી વચ્ચે રાજનૈતિક મતભેદ છે પરંતુ અમે દુશ્મન નથી.