મહિલા સુરક્ષાના મામલે ભાજપના બેવડાં ધોરણો બહાર આવ્યાં…
સંસદમાં ગાજી-ગાજીને બોલનાર સ્મૃતિ ઇરાની કેન્ડલ માર્ચ મુદ્દે મૌન કેમ?, ચર્ચાતો પ્રશ્ન…
ન્યુ દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં ઉન્નાવ અને હૈદરાબાદ ગેંગરેપને લઇને સરકારનું ધ્યાન ખેંચવા દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલનની આગેવાનીમાં આજે સાંજે રાજઘાટથી ઇન્ડિયા ગેટ સુધીની કેન્ડલ માર્ચને અટકાવવાનો પ્રયાસ કરતાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. સ્વાતિ માલીવીલ આપ પાર્ટીના હોવાથી કેન્દ્ર સરકાર હસ્તકની પોલીસે તેમને અટકાવતાં ભાજપની મહિલા સુરક્ષાના મામલે બેધારી નીતિ ખુલ્લી પડી હોવીનું ચિત્ર ઉપસી રહ્યું હતું. પોલીસે આંદોલનકારીઓને વિખેરવા કડકડતી છંડીમાં પાણીનો મારો ચલાવતા મામલો ઓર બિચક્યો હતો. સંસદમાં મહિલા સુરક્ષાના મામલે કોંગ્રેસને આડેહાથે લેનાર મહિલા મંત્રી સ્મૃતિ ઇરાની પોલીસના બળ પ્રયોગ અંગે મૌન સેવ્યું હતું. અને મહિલા સુરક્ષાના મામલે જાણે કે રાજકીય કેન્દ્ર દ્વારા ભેદભાવ રખાતું હોય એવો આરોપ પણ થયો હતો.
સૂત્રોએ કહ્યું કે ૨૦૧૨માં નિર્ભયા કાંડને લઇને દિલ્હીમાં દિવસો સુધી ભાજપ અને તેની સંસ્થાઓએ કેન્ડલ માર્ચ અને ધરણાં દેખાવો તે વખતની કેન્દ્ર સરકાર સામે કર્યા ત્યારે તે વખતે આવો કોઇ બળ પ્રયોગ કે મહિલા સુરક્ષાના મુ્દ્ે આંદોલનકારીઓને અટકાવવાના ભાગ્યે જ પ્રયાસો થયા હશે.
સૂત્રોએ કહ્યું કે આજે સાંજે કેન્ડલ માર્ચનું આયોજન આપ સરકારના મહિલા આયોગ દ્વારા મહિલાઓની સુરક્ષાના મામલે યોજવામાં આવી ત્યારે કેન્દ્રીય હસ્તકની પોલીસ દ્વારા તેને અટકાવતાં મામલો ગરમાયો હતો. અને લોકો વિફર્યા હતા. રેલીમાં જોડાયેલા અને વિફરેલા લોકોએ પોલીસ બેરીકેડને તોડીને રેલીને આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે આ રેલીને અટકાવવા અગાઉથી જ મોટા પાયે પોલીસનો કાફલો રેલીના સ્થળે ઉતાર્યો હતો. અને બેરિકેડ તોડનારા કાર્યકરો પર દિલ્હીની ઠંડીમાં પાણીનો મારો ચલાીને દમન ગુજાર્યું હોવાના આરોપો આપ પાર્ટીએ કર્યો હતો.
સંસદમાં બે દિવસ પહેલાં જ કેન્દ્રના મંત્રી ઇરાનીએ મહિલા સુરક્ષાના મામલે કોંગ્રેસની સામે ભારે મારો ચલાવીને પોતે મહિલા સુરક્ષા માટેના હિમાયતી હોવાનું પૂરવાર કર્યું હતું. જો કે માલીવાલ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે જ કેન્ડલ માર્ચનું આયોજન કરાયું અને પોલીસે તેને અટકાવતાં જે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા તેના પગલે એવી ટીકા થઇ હતી કે મહિલા સુરક્ષા માટે સંસદમાં ગાજી ગાજીને બોલનાર મંત્રી ઇરાની મહિલા સુરક્ષા માટેની રેલીને અટકાવવામાં આવી અને બળ પ્રયોગ થયો છતાં એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી જેની નોંધ મિડિયા અને રેલીમાં જોડાયેલા લોકોએ લીધી હતી. આ લખાય છે ત્યારે દિલ્હીમાં મહિલા સુરક્ષા માટેની કેન્ડલ માર્ચ રેલીમાં ભારે બબાલ ચાલી રહી છે. અને આવી રેલી ભાજપ સિવાયના પક્ષે યોજી હોવાથી તેને રાજકિય લાભ ના મલે તેવા કોઇ આશયથી પોલીસનો ઉપયોગ થઇ રહ્યો હોવા પણ આરોપો થઇ રહ્યાં છે.