ન્યુ દિલ્હી : ભારતના પૂર્વ ફાસ્ટ બોલર રુદ્ર પ્રતાપ સિંહે મહેન્દ્રસિંહ ધોનીને વિશ્વનો શ્રેષ્ઠ મેચ ફિનિશર ગણાવ્યો છે. ઇઁ અનુસાર, ધોની જેવી મેચ ફિનિશ કરવાની ક્ષમતા કદાચ જ કોઈ બેટ્સમેનમાં હશે. તે પોતે ચોથા ક્રમે બેટિંગ કરવા માગતો હતો. પરંતુ ટીમ પર દબાણ ન આવે તેથી તેને પાંચમા અને છઠ્ઠા ક્રમે રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આરપીએ આ વાત એક ક્રિકેટ વેબસાઈટને કહી છે. તેણે કહ્યું કે, મેચ ફિનિશ કરવાના મામલે ધોની પછી કોઈ ખેલાડીને યાદ કરવામાં આવે તો તે ઓસ્ટ્રેલિયાનો માઇકલ બેવન છે. આરપીએ કહ્યું કે, ધોની આ મામલે બેવનથી એક કદમ આગળ છે. ડાબોડી ફાસ્ટ બોલરે વધુમાં કહ્યું કે, ધોનીએ તેની કારકિર્દીના મોટા ભાગ માટે નીચલા ક્રમમાં બેટિંગ કરી. તે પાંચમા અથવા છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવતો હતો. પરંતુ બેટ્સમેન તરીકે તે સૌથી વધુ સફળ ચોથા ક્રમે રહ્યો.
ટીમ પર દબાણ ન આવે તેથી તેણે નીચેના ક્રમે રમવાનું નક્કી કર્યું. કારણ કે ટીમને લાગ્યું હતું કે લોઅર ઓર્ડરમાં દબાણનો સામનો કરવા માટે તેનાથી સારો બેટ્સમેન કોઈ નથી. જો તમે રમતના ઇતિહાસની વાત કરો તો ધોની જેવો ખેલાડી નહીં આવે. તેણે નીચેના ક્રમમાં રમીને ભારત માટે ઘણી મેચ જીતી.