Charotar Sandesh
ગુજરાત

માર્ચ સુધીમાં તૈયાર થઈ જશે કોરોનાની વેક્સીન : ઝાયડસ કેડિલા

અમદાવાદ : અમદાવાદની કંપની ઝાયડસ કેડિલા હેલ્થકેર લિમિટેડે ૧૫ જુલાઈથી કોવિડ -૧૯ વેક્સીનની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી છે. આ માહિતી આપતા ઝાયડસ કેડિલાના ચેરમેન અને એમડી પંકજ આર પટેલે જણાવ્યું હતું કે કોવિડ – ૧૯ ની સંભવિત વેક્સીન ઢઅર્ઝ્રદૃ-ડ્ઢ ની ક્લિનિકલ ટ્રાયલ સાત મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આગામી ત્રણ મહિનામાં ફેઝ વન અને ફેઝ ટુના ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કરવાની તૈયારી કરી રહ્યા છીએ. તે પછી તેનો ડેટા રેગ્યુલેટરને સોંપવામાં આવશે. ઉપરાંત, કંપની કોરોનાને ઠીક કરવા માટે ઉપયોગમાં લેવાતા સૌથી અસરકારક રેમડેસિવીર બનાવવાની પણ તૈયારી કરી રહી છે.

તેમણે જણાવ્યું કે, રિસર્ચના પરીણામ બાદ ડેટા ઉત્સાહવર્ધક રહ્યા અને પરીક્ષણ દરમિયાન રસી પ્રભાવી રહી તો પરીક્ષણ પૂર્ણ કરવા અને રસી તૈયાર કરવામાં ૭ મહિનાનો સમય લાગશે એવા અંદાજ છે. પટેલે કહ્યું કે અમારો લક્ષ્ય સૌથી પહેલા ભારતીય માર્કેટની માગ પૂરી કરવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યારે એક વેક્સિન તૈયાર થઈ જાય છે ત્યારે તેના પર હ્યુમન ટ્રાયલ કરવામાં આવે છે ત્યાર બાદ ઓછામાં ઓછા ૪-૬ મહિનાનો સમય એટલા માટે લેવામાં આવે છે કે એન્ટીબોડી દર્દીના શરીરમાં એટલા દિવસ છે કેનહીં એ જાણી શકાય શકાય છે. એક વેક્સિન ત્યારે જ સફળ માનવામાં આવે છે જ્યારે ઓછામાં ઓછા ૬૦ ટકા લોકોમાં ઇમ્યુનિટીને જનરેટ કરી શકે, જે ઉદ્દેશ્યથી તેને તૈયાર કરવામાં આવી છે. ઝાયડસ કેડિલાના ચેરમેન અને એમડી પંકજ આર પટેલે જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં રેમડેસિવીર બનાવવા માટે તૈયાર છે.

Related posts

રસી લેવી કે ન લેવી તે મારો અંગત નિર્ણય, એરફોર્સનો અધિકારી પહોંચ્યો હાઈકોર્ટમાં…

Charotar Sandesh

11 ઓગસ્ટ સુધીમાં ગુજરાત ભાજપ 50 લાખ નવા સભ્યો બનાવાનો લક્ષ્યાંક…

Charotar Sandesh

વકીલ મેહુલ બોઘરાના સમર્થકો દ્વારા સરથાણા પોલીસ મથકનો ઘેરાવો કરતાં આરોપી સામે ૩૦૭ કલમ દાખલ કરાઈ

Charotar Sandesh