અભિનેતા ઇશાન ખટ્ટર વિક્રમ શેઠની નવલકથા ‘અ સૂટેબલ બોય’ પર આધારીત મીરા નાયરના શોમાં અભિનેત્રી તબ્બુ સાથે જોવા મળશે. ‘અ સૂટેબલ બોય’ ભાગલા પછી ચાર પરિવારોની વાર્તા કહે છે. તબ્બુ આ અગાઉ નાયરની સાથે ધ નેમસેકમાં પણ અભિનય કરી ચૂકી છે. ઝુંપા લાહિડીની નવલકથા આધારિત આ ફિલ્મને વિવેચકોએ ખૂબ પસંદ કરી હતી. તબ્બુ સઈદા બાઇના પાત્રમાં ‘અ સૂટેબલ બોય’માં જોવા મળશે. તે બીબીસી પર છ ભાગોમાં પ્રસારિત કરવામાં આવશે.
ખટ્ટર એક એવા નેતાના હઠીલા પુત્ર માન કપૂરની ભૂમિકામાં જોવા મળશે, જેને સઇદા પ્રેમ કરે છે. ઇશાને પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાયેલી ઇઝરાઇલી ફિલ્મ નિર્માતા માજિદ મજિદીની ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’થી કરી હતી. તેમણે કહ્યું કે નાયર સાથે કામ કરવું તે તેમના માટે સન્માનની વાત છે. તબ્બુએ કહ્યું કે નાયર સાથે ફરી એકવાર કામની તકો મેળવવી મારા માટે આનંદની વાત છે. તેણે કહ્યું કે, હું ખૂબ જ ખુશ છું કે મને મીરા સાથે ‘અ સૂટેબલ બોય’માં કામ કરવાની તક મળી.