Charotar Sandesh
ગુજરાત

મુંબઇ બાદ ગુજરાતનો વારો : ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી…

એનડીઆરએફની ત્રણ ટીમો ખડેપગે…

ગાંધીનગર : મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદે જાહેર જીવન અસ્તવ્યસ્ત કરી મૂક્યું છે. ત્યારે તેની સીધી અસર ગુજરાતમાં આગામી દિવસોમાં જોવા મળશે. ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. બુધવારે સમીસાંજે અમદાવાદમાં ધડાકાભેર વરસાદ તૂટી પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે આગામી ૩ દિવસ મધ્યમથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ બાદ ભારે વરસાદની આગાહી થતા તંત્ર સજ્જ થઈ ગયું છે. ૧ ઓગસ્ટે બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર સર્જાયું છે. જેના કારણે દક્ષિણ, મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને લઈને દ્ગડ્ઢઇહ્લની ટીમો પણ એલર્ટ કરી દેવામાં આવી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે અગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ, મધ્ય ગુજરાત અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. વરસાદને જોતા એનડીઆરએફની ૯ ટીમો ડિપ્લોય કરવામાં આવી છે.
ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એક્શનમાં છે. વરસાદની આગાહીને પગલે દ્ગડ્ઢઇહ્લની ૯ જેટલી ટીમો રાજ્યના અલગ અલગ ભાગોમાં ડિપ્લોઈડ કરવામાં આવી છે. દ્ગડ્ઢઇહ્લની ૩ ટીમોને દક્ષિણ ગુજરાત, ૫ ટીમોને સૌરાષ્ટ્રમાં ડિપ્લોઈડ કરવામાં આવી છે. જ્યારે એક ટીમને તકેદારીના ભાગરૂપે ગાંધીનગર સ્ટેંડ બાય રાખવામાં આવી છે.

Related posts

દશેરા નિમિત્તે રાજ્યભરમાં ઠેર-ઠેર શસ્ત્રપૂજન, તો ક્યાંક હેલ્મેટની પૂજા કરાઈ…

Charotar Sandesh

ભાવનગરમાં વધુ ૩ દર્દીએ કોરોનાને હરાવી ઘરે પરત ફર્યા, કુલ ૯૦ લોકો સાજા થયા…

Charotar Sandesh

આજથી RTEના ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત : આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ, જુઓ સંપૂર્ણ પ્રક્રિયા

Charotar Sandesh